માંડવીના દરિયા કિનારે 50 કિલોની કાચબી આવી, વન વિભાગે કાચબા ઉછેર કેન્દ્રમાં પહોંચાડી
માંડવીનો દરિયા કિનારો સહેલાણીઓ માટે સૌથી શ્રેષ્ઠ દરિયા કિનારો ગણાય છે. અહીં દરિયાઈ જીવ સૃષ્ટીના દર્શન પણ ખૂબ જ જાણીતા છે. ત્યારે આ કિનારે અનેક વખત દરિયાઈ જીવો કિનારા પણ આવીને લોકોનુ ધ્યાન આકર્ષિત કરતાં હોય છે. ખાસ કરીને જોઈએ તો દરિયાઈ કાચબા અહીં વધારે પ્રમાણમાં જોવા મળે છે. માંડવીના દરિયા કિનારે એક 50 કિલોનો કાચબો હાથ લાગ્યો હતો. જૂન જુલાઈ માસના સમયગાળામાં માંડવીના દરિયા કાંઠે કાચબાઓની ગ્રીન ટર્ટર પ્રજાતીની માદા પ્રજનન માટે આવે છે. ત્યારે ગત સોમવારના રોજ 50 કિલો વજન ધરાવતી એક કાચબી કિનારે આવી પહોંચી હતી. તેને જોઈને ખારવા સમાજના લોકોએ માનવતા દાખવીને તેને ફરીવાર પાણીમાં છોડી દીધી હતી. તે છતાં તે વારંવાર કિનારે આવી જતી હતી. ત્યારે ખારવા લોકોએ વનવિભાગને જાણ કરતાં આ કાચબીને કાચબા ઉછેર કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી.