શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (12:25 IST)

વડોદરામાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગતાં વિવાદ છેડાયો

ગુજરાતમાં રાજકારણનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લુરૂમાં જે રિસોર્ટમાં રોકાયા છે ત્યાં આઈટી વિભાગે દરોડા પાડીને વધુ ભય ફેલાયો છે. તો બીજી બાજુ સંસદમાં નોટાનો મુદ્દો પણ ગરમ બન્યો છે. કોંગ્રેસને ભીડવા માટે ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની વાતો વચ્ચે ગુજરાતમાં રાતોરાત અનેક પ્રકારની સમિતીઓ બનીને બંને પક્ષોને ઘેરી રહી હોવાના દ્રશ્યો પ્રકાશમાં આવી રહ્યાં છે.

ત્યારે વડોદરામાં ગુજરાત ગૌરવ સમિતી દ્વારા શહેરમાં બુધવારે કોંગ્રેસ વિરૂધ્ધ ગુજરાતની પ્રજા પૂરમાં, ધારાસભ્યો મોજ-મસ્તીની ટુરમાં. તેવા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. તે બાદ આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપા વિરૂધ્ધ ભાજપા કામ બનતા ભાડમેં જાયે જનતા. તેવા લખાણવાળા હોર્ડિંગ્સ લાગતા શહેરમાં ભાજપા અને કોંગ્રેસ વિરૂધ્ધનું પોષ્ટર યુધ્ધ ચરમસીમાએ પહોંચી જતાં બન્ને રાજકીય પક્ષો વચ્ચે વિવાદનો મધપુડો છંછેડાયો છે. દરમિયાન આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપા વિરોધી હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. ભાજપા વિરોધી લગાવવામાં આવેલા હોર્ડિંગ્સોમાં લખ્યું છે કે, વિકાસની વાતો કરે રૂપાણી, રોડ-રસ્તા મટી ગુજરાત ભરમાં પાણી પાણી, જનતા થઇ ગઇ છે હવે શાણી, ભાજપાના વિદાયની લખાશે કહાણી. તો બીજા એક હોર્ડિંગ્સમાં લખ્યું છે...ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારમાં પ્રજાને સહાયની જરૂર હતી, ત્યારે ભાજપા સરકાર સત્તાની તાકાત બતાવવામાં વ્યસ્ત હતી. આ ઉપરાંત હોર્ડિંગ્સમાં હિંદીમાં લખ્યું છે... ભાજપાકા કામ બનતા ભાડમેં જાય જનતા. ભાજપા વિરોધી આ હોર્ડિંગ્સમાં પ્રદેશ ભાજપા પ્રમુખની તસવીરો પણ મૂકવામાં આવી છે.શહેરમાં ભાજપા અને કોંગ્રેસ વચ્ચે શરૂ થયેલા પોષ્ટર યુધ્ધે શહેરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.