શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ઑક્ટોબર 2017 (14:18 IST)

આશાવર્કરોથી ગભરાઈને કરઝણના ધારાસભ્ય દોડ્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આશા વર્કરોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે વડોદરામાં આંદોલન કરી રહેલી આશાવર્કરોએ કરઝણના ધારાસભ્ય સતિષ પટેલનો ઘેરાવ કર્યો હતો. વર્કરોએ ભારે સુત્રોચ્ચાર કરીને કલેક્ટર કચેરીનું પટાંગણ પણ ગજવી નાંખ્યું હતું. આશા વર્કરોએ 'વિકાસ ભાગ્યો...'તેવા સૂત્રોચ્ચારો કરી કલેક્ટર કચેરી ગજવી દીધી હતી. સમાન વેતન સમાન હક, લઘુત્તમ વેતન આપો, ફિક્સ પગાર પ્રથા બંધ કરો જેવી વિવિધ માંગણીઓ સાથે આશા વર્કરો કલેક્ટર કચેરીમાં પ્રતિક અને આમરણાંત ઉપવાસ કરી રહી છે. વિવિધ કાર્યક્રમો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે છેલ્લા 25 દિવસથી આંદોલન ચલાવી રહેલી આશા વર્કરોએ હવે ભાજપાના હોદ્દેદારોનો ઘેરાવ શરૂ કર્યો છે.

કરજણના ભાજપાના ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા) કલેક્ટર કચેરીમાં કામ માટે આવ્યા હતા. કલેક્ટર કચેરીની બહાર પોતાની કાર પાર્ક કરીને કલેક્ટર કચેરીમાં આવી રહ્યા હતા. આશા વર્કરોએ એમ.એલ.એ.નો ઘેરાવો કરી સૂત્રોચ્ચારો શરૂ કરી દીધા હતા. હાય રે ભાજપા હાય..હાય.., હાય રે વિકાસ હાય..હાય..જેવા સૂત્રોચ્ચાર કરતા ભાજપા એમ.એલ.એ.ને ઉલટા પગે ભાગી જવાનો વખત આવ્યો હતો.