સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (11:52 IST)

ગુજરાતમાં ફરીવાર આનંદીબેનને મુખ્યપ્રધાન બનાવવાની કવાયત

વિકાસ ગાંડો થયો છે નામે ફરતા મેસેજે ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. ગુજરાતમાં વિકાસના નામે સત્તા વિરોધી સૂર પ્રજામાં ઉમટી રહ્યો છે. વિકાસના નામે લોકો રોજ નવા જોક્સ તેમજ મેસેજ વાયરલ કરી રહી છે.  ત્યારે ભાજપ આ મામલે ઘેરાઈ ગયેલું જોવા મળી રહ્યું છે. તેની સ્પષ્ટતા કરવા માટે કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાતના આંટા મારવા પડી રહ્યા છે. છતાં આજ દિવસ સુધી કોઈ ઉકેલી શોધી શક્યા નથી. વિકાસ ગાંડો થયો છે સામે ગૌરવ યાત્રા કાઢવામાં આવી તેમાં પણ ભાજપને સફળતા મળી નથી.ત્યારે સ્વામીએ ટ્વિટ કરીને નવા સમીકરણો રચવા તરફ ઈશારો કર્યો હોય તેમ જણાઈ રહ્યું છે.

તેમણે આનંદીબેનના વખાણ કરીને ચૂંટણી તેમના નેતૃત્વમાં લડવી જોઈએ તેવી ટ્વિટ કરીને ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા થઇ રહેલાં પ્રચાર બુમરેંગ સાબિત થઇ રહ્યો છે. તે સંજોગોમાં આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સંપૂર્ણ કમાન આનંદીબેન પટેલને સોંપવાની દિશામાં શરૂઆત થઇ ગઇ હોવાની ચર્ચાએ વેગ પકડ્યું છે. ગુજરાતમાં ભાજપને વિજય મેળવવા માટે ફરી એકવાર આનંદીબેન પટેલના નેતૃત્વને સ્વીકારવા માટે ભાજપના હાઇકમાન્ડ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું અંગત સૂત્રો જણાવી રહ્યા છે. જેના ભાગરૂપે છેલ્લા એક અઠવાડિયાથી ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે મળી રહેલી ચૂંટણી અંગેની વિવિધ બેઠકોમાં બેનને ખાસ હાજર રાખવામાં આવે છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ બેન સાથે સતત સંપર્કમાં રહીને બેનનું માર્ગદર્શન મેળવી રહ્યાં છે. અમિત શાહે વિધાનસભા ચૂંટણી માટે પહેલા જ વિજય રૂપાણીને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરીને ચૂંટણી લડવાનું કહી ચૂક્યા છે. વિજય રૂપાણીના નેતૃત્વમાં શાહે 150થી વધારે સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.