શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (11:47 IST)

BJPનું મિશન 150 - યૂપીના ધુરંધર સાચવશે ગુજરાતમાં મોરચો...

ગુજરાતમાં નવેમ્બરમાં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખતા બીજેપીએ સંપૂર્ણ રીતે બાયો ચઢાવી લીધી છે. તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીએ અનેક રોડ શો અને રેલીઓ થઈ ચુકી છે. પીએમ મોદી 7-8  ઓક્ટોબરે ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. બીજેપી અધ્યક્ષ પહેલા જ એલાન કરી ચુક્યા છે કે પાર્ટી આ વખતે કુલ 182 માંથી 150 સીટો જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરી રહી છે. છેલ્લા 15 વર્ષમાં આ પહેલીવાર હશે જ્યારે પીએમ મોદીના ચેહરા વગર પાર્ટી મેદાનમાં ઉતરશે. આ વખતે સૂત્રો મુજબ બીજેપીની ખાસ રણનીતિ હેઠળ  યૂપીના રાજકારણીય યોદ્ધા વિશેષરૂપે અહી મોરચો સાચવશે. ઉલ્લેખનીય છે કે તેનુ એક મોટુ કારણ એ છે કે અમદાવાદ અને સૂરત જેવા મોટા ઔધોગિક કેન્દ્રોમાં યૂપીના લોકો નિવાસ કરે છે. બીજી વાત પીએમ મોદી, વારાણસીથી લોકસભા સભ્ય પણ છે. તેથી તેમના પ્રધાનમંત્રી બન્યા પછી સ્વાભાવિક રૂપે બંને રાજ્યોના સંબંધોમાં મજબૂતી આવી છે. 
 
આમ તો બીજેપી પ્રચારમાં પોતાના વિકાસના મુખ્ય એજંડા સાથે ઉતરશે પણ હિન્દુત્વનો એજંડા પણ તેની મુખ્ય કડી છે. જેને કારણે  હવા બનાવવા માટે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવે એવી ચર્ચા છે. આમ પણ કેરલમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહની જન રક્ષા યાત્રામાં હાજરી માટે તેમની પ્રથમ પંસદ સીએમ યોગી આદિત્યનાથ જ હતા.  તેમને ત્યા ભરપૂર જનસમર્થન પણ મળ્યુ. ઉલ્લેખનીય છે કે સીએમ યોગીએ મુખ્યમંત્રી બન્યા પછી પણ પોતાનુ હિન્દુત્વના એજંડાને ધાર આપી છે.  તેથી બીજેપી ગુજરાતમાં તેમની આ છબિનો ફાયદો ઉઠાવવા માંગશે. 
 
તાજેતરમાં ગુજરાતના પટેલ લોકોએ અનામતની માંગ કરી છે. જે માટે હાર્દિકના નેતૃત્વમાં પાટીદાર આંદોલન પણ થયુ. આ સમુહને બીજેપીના પરંપરાગત વોટર માનવામાં આવે છે. તેથી પાર્ટી આ અસંતોષને સાચવવાની રણનીતિ પણ બનાવી રહી છે. આ કડીમાં યૂપીના પરિવહન મંત્રી સ્વતંત્ર દેવ સિંહને કુર્મી સમૂહને પ્રભવિત કરવાની જવાબદારી આપવામાં આવી છે. તો બીજી બાજુ યૂપીમાં બીજેપીના પ્રદેશ મહામંત્રી પણ છે. સ્વતંત્ર દેવ સિંહને ચૂંટણીમાં રેલી અને પીએમની સભાઓની જવાબદારી સોંપવામાં આવી હતી.  હવે બીજેપી ત્યા તેમના અનુભવોનો લાભ ઉઠાવશે. આ ઉપરાંત સૂત્રો મુજબ યૂપીથી લગભગ અડધો ડઝન મંત્રીઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવે એવી શક્યતા છે.