બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 ઑક્ટોબર 2017 (12:18 IST)

ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થયું હવે સાવજ દર્શન થશે.

જૂનાગઢમાં ગીર જંગલના દ્વાર  ૧૬ ઓક્ટોબરથી ખુલી રહ્યા છે અને ગીરના વનરાજોનું ચાર માસનું વેકેશન પૂરું થઈ રહ્યું છે. તા ૧૬ જૂનથી ચોમાસાની ઋતુને કારણે ગીર જંગલ બંધ કરાયું હતું.  પૂર્વ અને પશ્ર્ચિમ એમ બે વિભાગોમાં આ જંગલ ફેલાયેલું છે. જેનો વિસ્તાર ૧૪૧૨ ચોરસ કિ.મી.નો છે અને જૂનાગઢ, અમરેલી તેમ જ ગીર સોમનાથ જિલ્લાને આવરી લે છે.

વનવિભાગ દ્વારા વર્ષ ૨૦૧૫માં સિંહની વસ્તી ગણતરી દરમિયાન ૫૨૩ સિંહ નોંધાયા હતા.દર ૫ વર્ષે સિંહોની વસ્તી ગણતરી રાજ્યના વનવિભાગ દ્વારા કરવામાં આવે છે અને ઉત્તરોત્તર સિંહોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. હવે આગામી ગણતરી વર્ષ,૨૦૨૦માં થશે. જો કે, પ્રતિવર્ષ ચોમાસાના ચાર માસ ગીરનું જંગલ બંધ રહે છે અને ફરીથી ખુલે છે. તે દરમ્યાન ૪૦થી ૫૦ નવા સિહો જન્મે છે. જો કે તે બધા જીવતા રહેતા નથી. દિવાળીની રાજાઓના દિવસોમાં સાસણ ગીર હાઉસફુલ થઈ ગઈ છે. સહેલાણીઓ અહીં સિંહદર્શન કરવા ઉમટી પડશે.