રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 1 મે 2018 (12:30 IST)

સુરતના બળાત્કાર કેસમાં પોલીસને મોટી સફળતા મળી, ત્રણ શખ્સોની અટકાયત કરાઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું

પાંડેસરા બાળકીની હત્યા અને રેપના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે, પોલીસને આ કેસમાં સંડોવાયેલા બે શખસોની ધરપકડ કરી છે. સુરત પોલીસે આ કેસમાં ઉપયોગમાં લેવાયેલી કારને પણ કબજે કરી છે. કાળા રંગની કાર મળી છે અને આ જ કારમાં બાળકીને હત્યા બાદ લઈ જવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ તપાસમાં જોડાયેલી હતી જેને આ કેસમાં મહત્વની સફળતા મળી છે.

સ્થાનિક મીડિયાને સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે પોલીસને મોટી સફળતા મળી છે. પાંડેસરામાંથી અવાવરુ જગ્યાએથી બાળકીનો મૃતદેહ મળી આવ્યા બાદ તેના પરિવાર અને જાણકારોની શોધ માટે પોલીસે સધન પ્રયત્નો કર્યા હતા જેમાં 1300 પેમ્ફલેટ છપાવીને તેને શહેર અને શહેરની બહાર જતી ટ્રેન પર લગાવવામાં આવ્યા હતા. આ બાદ આજે પોલીસ ઝડપથી આરોપીની નજીક પહોંચી રહી છે. અગાઉ બે શખસોની ધરપકડ બાદ આજે પોલીસને વધુ મોટી સફળતા મળી છે. પોલીસના ચોપડે નોંધાયેલે મુખ્ય આરોપી રાજસ્થાન ફરાર થઈ ગયો હોવાનું માનવામાં આવી રહ્યું. જોકે, પોલીસે આ અંગે સત્તાવાર માહિતી આપી નથી.આ બાળકી આંધ્રપ્રદેશની હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને DNA રિપોર્ટ મુજબ આ બાળકી 12 વર્ષની હોવાનું બહાર આવી રહ્યું છે. બાળકીની હત્યા અને દુષ્કર્મના કેસમાં બાળકીના કાકા મુખ્ય આરોપી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ સાથે જ DNA ટેસ્ટમાં જે પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો તો તેમની જ બાળકી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આરોપીઓ અને કાર કબજે કરવામાં આવી છે તે અંગે સત્તાવાર માહિતી પોલીસે આપી નથી, સ્થાનિક મીડિયા રિપોર્ટના સૂત્રો મુજબ આ કારનો મૃતદેહ ફેંકવા માટે કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને આ કારના માલિક સુધી પહોંચીને પોલીસ વધુ તપાસ કરશે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં ડબલ મર્ડરનો નવો વળાંક આવી શકે છે. કારણ કે બાળકીની પાંડેસરાના જે વિસ્તારમાંથી મળી હતી તે જ વિસ્તારમાંથી થોડા સમય અગાઉ જ બાળકીની માતાની લાશ મળી હતી.આ કેસમાં મૃતક બાળકીની હત્યાના કેસમાં તેના કાકા મુખ્ય આરોપી હોવાનું માનવામાં આવી રહ્યું છે, બાળકીના કાકા પર શંકાની સોય છે તેનું નામ પોલીસના ચોપડે હિસ્ટ્રીશિટર અને વોન્ડેટ પણ છે. પોલીસે કરેલી ધરપકડના આધારે મુખ્ય આરોપી સુધી પહોંચવામાં પણ પોલીસને વધુ મદદ મળી શકે છે. હાલ માનવામાં આવી રહ્યું છે મૃતક બાળકીનો કાકા રાજસ્થાન તરફ ફરાર છે.આ મહત્વની ધરપકડો અને કાર મળવા મામલે આજે બપોર સુધીમાં કે સાંજે પોલીસ તપાસ બાદ DNA રિપોર્ટ્સ, આરોપીઓની ધરપકડ અને કાર અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી રજૂ કરી શકે છે.