મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 31 માર્ચ 2020 (18:36 IST)

એક-બે ટમેટા લઈને શાકભાજીના નામે લોકડાઉનનો ભંગ કરતાં યુવાનો સામે કડક કાર્યવાહી કરાશે: શિવાનંદ ઝા

દેશમાં દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના "ઘરે રહો, સુરક્ષિત રહો" મંત્રને ચરિતાથૅ  કરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં તંત્રને સહાયતા કરવા રાજ્યના નાગરિકોને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોને જાગૃત કરવા પોલીસ દ્વારા માઈક અને સ્પીકરના માધ્યમથી ઘરમાં જ રહેવાની સતત અપીલ કરાઈ રહી છે.cના સંક્રમણને અટકાવવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના "ઘરે રહો, સુરક્ષિત રહો" મંત્રને ચરિતાથૅ  કરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં તંત્રને સહાયતા કરવા રાજ્યના નાગરિકોને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો તેમણે એમ પણ કહ્યું હતું કે લોકોને જાગૃત કરવા પોલીસ દ્વારા માઈક અને સ્પીકરના માધ્યમથી ઘરમાં જ રહેવાની સતત અપીલ કરાઈ રહી છે.
 
શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે આ લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને વધુને વધુ મદદ કરવાની ભાવના સાથે ગુજરાત પોલીસ મક્કમતાથી સંવેદનશીલતાપૂર્વક ફરજ બજાવે તેવી સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત લોકડાઉનની સ્થિતિમાં પણ એક-બે ટામેટાના બહાના હેઠળ બહાર ફરતા તેમ જ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર યુવાનો સામે કડક કાર્યવાહી કરીને વાહન પણ જપ્ત કરવામાં આવશે. શહેરમાં એકલા રહેતા વૃદ્ધજનોને તેમજ મહિલાઓ કોઈ પણ સમયે મદદ માટે પોલીસની વિવિધ હેલ્પલાઇન જેવી કે-૧૦૦, ૧૧૨, ૧૦૭૭ અને ૧૦૭૦ ઉપર સંપર્ક કરી શકશે.
 
શિવાનંદ ઝાએ કહ્યું હતું કે રાજ્યના કરિયાણાના વેપારીઓ પણ ગ્રાહકોને ટોકન આપવાની વ્યવસ્થા કરી અથવા ખરીદી વખતે બે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે આ ઉપરાંત પરિસ્થિતિ મુજબ ટેલિફોનથી પણ ખરીદી કરવાનો સમય નક્કી કરી શકાય. 
 
પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા શ્રી ઝાએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૯૮૩ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૩૯૪ તેમજ અન્ય ૪૦ મળી કુલ ૧,૪૧૭ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૨,૫૩૯ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૬,૧૦૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ અત્યાર સુધીમાં કુલ-૮,૭૭૩ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.