શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 એપ્રિલ 2020 (17:39 IST)

અમદાવાદમાં લોકડાઉનના નામે પોલીસે ગરીબોની રોજી-રોટી છીનવી

હાલમાં લોકો ભોજન મેળવવા માટે તડપી રહ્યાં છે ત્યારે લોકડાઉનના સમયમાં પોલીસ પણ અનેક જગ્યાએ માનવતા દેખાડી રહી છે. લોકોને સુવિધાઓ આપી રહી છે. લોકડાઉનનો કડક અમલ કરવાની વાત છે ત્યાં ગુજરાતના પોલીસ વડાએ પણ પોલીસનં સંયમ જાળવી કામ કરવાનો આદેશ અનેક વાર કર્યો છે પરંતુ કેટલીક જગ્યાએ પોલીસનો બિહામણો ચહેરો જોવા મળ્યો છે. લોકડાઉનના કડક અમલના પગલે પોલીસે શ્રમજીવી ઉપર લાઠીઓ વરસાવીને દમન ગુજાર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.


કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નિકોલ ખારીકટ કેનાલ પાસે શાકની લારીઓવાળા ઉપર પોલીસે દંડાવાળી કરી હતી. એટલુ જ નહીં શ્રમજીવીઓની શાકભાજીની લારીઓ ઉંધી કરી દીધી હતી. તરફ છેલ્લા એક અઠવાડિયાથી બિચારા ગરીબ શ્રમિકો ઘરમાં પૂરાઇ રહ્યા છે. તેઓ પેટનો ખાડો પુરવા સરકારના આદેશ બાદ શાકની લારીઓ લઈને વેચવા નીકળ્યા હતા તેમ છતાં પોલીસે નિર્દોષ લારીઓ વાળા પર દમન ગુજાર્યો હતો.