શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 19 જાન્યુઆરી 2021 (10:35 IST)

રાજ્યમાં 2019 કરતાં 2020માં હૃદયરોગ અને ઈમરજન્સી કોલ્સમાં 30 ટકા અને અકસ્માતના કોલમાં 7 ટકાનો ઘટાડો

2019 કરતાં 2020માં હૃદયરોગ અને ઈમરજન્સી કોલ્સમાં 30 ટકા અને અકસ્માતના કોલમાં 7 ટકાનો ઘટાડો
ગત વર્ષ દરમિયાન કોરોના વાયરસે કેર વર્તાવ્યો હતો અને રાજ્યમાંથી જ ૨ લાખથી વધુ લોકો સંક્રમિત થયાં છે. જોકે, ગત વર્ષ દરમિયાન હૃદયરોગના ઈમરજન્સી કોલ્સમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હૃદયરોગના હુમલા અંગે 2019માં 63 હજાર 916 જ્યારે 2020માં 44 હજાર 797 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. સામાન્ય રીતે શિયાળા દરમિયાન પણ હૃદયરોગના હુમલા અંગેના ઈમરજન્સી કોલ્સનું પ્રમાણ વધી જતું હોય છે. પરંતુ આ વખતે એકંદરે તેમાં પણ ઘટાડો નોંધાયો છે. નિષ્ણાંતોના મત પ્રમાણે કોરોનાનો ચેપ લાગવાના ડરને કારણે મોટાભાગના લોકોએ ગત વર્ષે નાની-મોટી શારિરીક સમસ્યામાં હોસ્પિટલોમાં દાખલ થવાનું ટાળ્યું છે. જેના કારણે ઈમરજન્સી કોલ્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. EMRRI 108 દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર હૃદય સંબધિત સમસ્યાઓ અંગે તેમને 2018માં 53 હજાર 700 જ્યારે 2019માં 63 હજાર 916 કોલ્સ આવ્યા હતા. જેથી 2018 કરતાં 2019માં ઈમરજન્સી કોલ્સમાં 19 ટકાનો વધારો થયો છે. 2019 કરતાં 2020માં ઈમરજન્સી કોલ્સનું પ્રમાણ 30 ટકા ઘટી ગયું છે. આ જ રીતે પેટમાં દુઃખાવા અંગે 2019માં 1 લાખ 45 હજાર 925 અને 2020માં 1 લાખ 2 હજાર 344 ઈમરજન્સી કોલ્સ આવ્યા છે. આમ, પેટમાં દુઃખાવાના ઈમરજન્સી કોલ્સમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2020માં લોકડાઉનને લીધે વાહન અકસ્માતના ઈમરજન્સી કોલ્સ પણ 21 ટકા સુધી ઘટયા છે. વાહન અકસ્માત અંગે વર્ષ 2019માં 1 લાખ 32 હજાર 790  જ્યારે વર્ષ 2020માં 1 લાખ 4 હજાર 682 કોલ્સ આવ્યા હતા. વાહન સિવાયના અકસ્માત અંગે ઈમરજન્સી કોલ્સ 13 ટકા સુધી ઘટયા છે. 2019માં આ પ્રકારના 2512 જ્યારે 2020માં 1359 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. શ્વાસને લગતી સમસ્યાના 2019માં 2512 અને 2020માં 1359 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. આમ, તેના ઈમરજન્સી કોલ્સમાં 7 ટકાનો ઘટાડો થયો છે. જોકે, કોરોનાને લીધે આર્થિક સંકડામણ જેવા પરિબળોને કારણે ઝેર પી જનારાના ઈમરજન્સી કોલ્સમાં વધારો થયો છે. ઝેર પી લીધું હોવાના 2019માં 18 હજાર 167 અને વર્ષ 2020માં 20723 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. આમ, તેના ઈમરજન્સી કોલ્સમાં 14 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ડાયાબિટિસને લગતા ઈમરજન્સી કોલ્સમાં પણ સાધારણ વધારો થયો છે. ડાયાબિટિસની સમસ્યા અંગે 2019માં 12 હજાર 15 અને વર્ષ 2020માં 12 હજાર 427 ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા.