મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 18 જાન્યુઆરી 2021 (21:49 IST)

બેલેટ પેપર પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી કરાવવાની માંગ, ગુજરાત હાઇકોર્ટમાં PIL

વીવીપીએટી મશીનની અનુપસ્થિતિમાં રાજ્ય ચૂંટણી કમિશન સ્થાનિક સ્વરાજની ચૂંટણી બેલેટ પેપર દ્વારા કરાવવાની માંગને લઇને ગુજરાત હાઇકોર્ટમાં એક પીઆઇપેલ દાખલ કરવામાં આવી છે. 
 
અરજીકર્તા ઇમ્તિયાઝ ખાન પઠાણે પોતાના વકીલ કે.આર. કોષ્ટીના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ દાખલ પીઆઇએલમાં આરોપ લગાવ્યો છે કે આરટીઆઇના જવાબમાં, રાજ્ય ચૂંટણી કમિશને કહ્યું કે તેની પાસે વીવીપીએટી મશીન નથી. એવામાં વીવીપીએટી મશીનની અનુપસ્થિતિમાં રાજ્ય ચૂંટણી કમિશન રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બેલેટ પેપર વડે કરાવવાની જાહેરાત કરે. 
 
અરજીકર્તાએ આ મુદ્દે 1 જાન્યુઅરી 2021ના રોજ ચૂંટણી કમિશનને એક લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ આજ સુધી કોઇપણ પ્રતિક્રિયાનો જવાબ ન આવવાનો ન અરજીમાં દાવો કર્યો છે. અરજીકર્તાએ રાજ્ય ચૂંટણી કમિશનને આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટની સમક્ષ એક સ્થિતિ રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરી છે. અરજીકર્તાએ સુબ્રમણ્યમ સ્વામી વિરૂદ્ધ જનહિત અરજીના મામલે કેંદ્રીય ચૂંટણી કમિનના નિર્ણયનો પણ હવાલો આપ્યો છે. 
 
19 સપ્ટેમ્બર 2017ના રોજ કેન્દ્રીય ચૂંટણી કમિશને ભાવિ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં તમામ મતદાન કેંદ્રો પર ઇવીએમની સાથે વીવીપીએટી મશીનનો ઉપયોગ કરવાનો નિર્દેશ જાહેર કર્યો હતો. અરજીકર્તાએ આગળ કહ્યું કે સંવિધાનના હેઠળ કેંદ્રીય ચૂંટણી આયોગ અને રાજ્ય ચૂંટણી આયોગની રચના કરવામાં આવી છે