રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2021 (19:54 IST)

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે નરેન્દ્ર મોદી નિમણૂંક, બેઠકમાં લેવાયો નિર્ણય

સોમનાથ મંદિર ટ્રસ્ટની આજે વર્ચ્યુઅલ બેઠક મળી હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી જોડાયા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન બન્યા છે. આજની વર્ચ્યૂઅલ બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો.
 
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સોમનાથ મંદિરના ટ્રસ્ટના ચેરમેન પદે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના નેતા કેશુભાઈ પટેલ હતા. પરંતુ તેમના નિધન પછી આ જગ્યા ખાલી પડી હતી અને હાલમાં યોજાયેલી બેઠકમાં આ અધ્યક્ષ પદે પીએમ મોદીની વરણી કરવામાં આવી હતી. 
 
મહત્વનું છે કે ભાજપના દિગ્ગજ નેતા અને માર્ગદર્શક મંડળમાં સામેલ લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથ ટ્રસ્ટના સભ્ય છે અને આ ટ્રસ્ટ સોમનાથ મંદિર અને પ્રભાસ ધાર્મિક તીર્થ ક્ષેત્રના વિકાસ માટે કામગીરી કરે છે.  
 
અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ 11 જાન્યુઆરી સોમનાથ મંદિર ટ્રસ્ટની વર્ચ્યુઅલી બેઠક મોકૂફ રાખવામાં આવી હતી. આ બેઠકમાં કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદની જગ્યાએ નવા ચેરમેનનની પંસદગી કરવામાં આવનારી હતી.