સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (11:53 IST)

નોકરીની શોધમાં નિકળેલા યુવકને પાણીના ટેન્કરે ટક્કર મારતા મોત

વહેલી સવારે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. એક યુવક વહેલી સવારે કામની શોધમાં નિકળ્યો હતો તે દરમિયાન પાણી ભરેલા બેકાબૂ ટેન્કરે ટક્ક મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. ઘટના બાદ લોકોની ભીડ જમા થઇ ગઇ હતી. લોકોએ ટેન્કર ડ્રાઇવરોને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર રોહિત પુત્ર ભિખારી પ્રધાન (41 વર્ષ) પત્ની અને બે પુત્રી સાથે ભેસ્તાના સિદ્ધાર્થ નગરમાં રહે છે. રોહિત મજૂરી કરતો હતો. રોહિત ચાલતો જઇ રહ્યો હતો તે દરમિયાન બેકાબૂ પાણીના ટેન્કરે ટક્કર મારી હતી. જેના લીધે ઘટનાસ્થળે જ રોહિતનું મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ ડ્રાઇવર ટેન્કર નીચે ઉતરીને ભાગવાની ફિરાકમાં હતો. ત્યારે આસપાસના લોકોએ તેને પકડીને મેથીપાક ચખાડ્યો હતો. ડ્રાઇવરને મેથીપાક ચખાડ્યા બાદ પોલીસના હવાલે કરી દીધો હતો. પાંડેસરા પોલીસે ટેન્કર ડ્રાઇવર રણધીર નિર્ભયસિંહ ઠાકુરને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.