1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ફેબ્રુઆરી 2021 (10:43 IST)

સુરતમાં સગાઈના 15 દિવસ બાદ બાથરૂમમાંથી મુકબધીર ફિયાન્સ-ફિયાન્સી મૃત હાલતમાં મળ્યા

સુરત શહેરના નાનપુરા વિસ્તારના એક એપાર્ટમેન્ટના ફ્લેટના બાથરૂમમાંથી મુકબધીર ફિયાન્સ-ફિયાનસી મૃત હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 15 દિવસ પહેલા જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી. સગાઈ બાદ બન્ને એક બીજા સાથે વાત ન કરી શકતા હોવાથી કલાકો સુધી ચેટીંગ કરતા હતા. 5 દિવસથી સાસરે રહેતી ધ્રુતિકુમારી સગાઈ બાદ ખૂબ જ ખુશ હતી. બન્નેના રહસ્યમય મોતને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે. મંગળવારની સાંજે બનેલી ઘટના બાદ અઠવા પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં કાર્યવાહી કરી મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે. સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા રાજનગરમાં મૂળ ધરમપુર વલસાડની ધ્રુતિકુમારી જયેશભાઈ ટેલર (ઉ.વ.21) પરિવાર સાથે રહેતી હતી. પરિવારની એકની એક દીકરી એ પણ મુકબધીર (બોલી અને સાંભળી ન શકે), એક ભાઈ અને પિતા દરજી કામ કરે છે. ધ્રુતી ઘરમાં સાડી ભરવાનું કામ કરે છે. સુરતના નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે 15 દિવસ પહેલા સગાઈ થી હતી. 5 દિવસથી ધ્રુતી સાસરે રહેતી હતી. એપ્રિલમાં લગ્ન લેવાની વાત કરતા હતા.નાનપુરા વિસ્તારમાં આવેલી શ્રીરંગ સોસાયટીમાં અર્પિત નરેશભાઈ પટેલ (ઉ.વ.24) પરિવાર સાથે રહેતો હતો. એક બહેન છે નોર્મલ છે અને પિતા આયુર્વેદિકનું દવાખાનું ચલાવે છે. મુબધીર અર્પિત મોલમાં નોકરી કરતો હતો. 31 જાન્યુઆરીના રોજ અર્પિતની ધ્રુતિકુમારી સાથે સગાઈ થઈ હતી. દરમિયાન છેલ્લા પાંચ દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેવા આવી હતી. સગાઈ બાદ બન્ને એક બીજા સાથે વાત ન કરી શકતા હોવાથી કલાકો સુધી ચેટીંગ કરતા હતા.પરિવારજનોએ જણાવ્યું હતું કે, બન્ને એક બીજા સાથે વાત ન કરી શકતા હોવાથી કલાકો સુધી સોશિયલ મીડિયામાં ચેટીંગ કરી પ્રેમનો એકરાર કરતા હતા. એક બીજા વગર ચાલતું પણ ન હતું. 5 દિવસથી ધ્રુતિકુમારી તેના સાસરે રહેતી હતી. જે બાથરૂમમાંથી બંને મૃત મળ્યા તેનો પાણીનો નળ પણ ચાલું હતો અને દરવાજો પણ ખુલ્લો હતો.