શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 5 જુલાઈ 2017 (12:16 IST)

કોંગ્રેસના ઉમેદવાર બનવા ચાર પરીક્ષાઓમાંથી પાસ થવું પડશે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રાજકોટ, ભુજ અને વડોદરામાં આગામી ઓગસ્ટ મહિનાનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં જાહેર સભા કરવાનું નક્કી થયું છે. આ સભાઓ કયા ચોક્ક્સ સ્થળે અને ક્યારે થશે તેની સત્તાવાર જાહેરાત હવે પછી થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીએ  નિરીક્ષકો, જિલ્લા-શહેર પ્રમુખોની બેઠકમાં એક બાબત સ્પષ્ટ કરી દીધી હતી કે આગામી વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મેળવવાના દાવેદાર થવા પણ લોકસભા અને વિધાનસભાનો સરવે, નિરીક્ષકો-સહપ્રભારીઓના અભિપ્રાયમાં પાસ થવું પડશે. પેનલમાંથી કોઇ એક ઉમેદવારની પસંદગી હાઈકમાન્ડ કરશે. મંગળવારે કોંગ્રેસની બેઠકમાં પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ, વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાએ સંબોધન કર્યું હતું. આ બેઠકમાં પ્રદેશના નેતાઓએ ચૂંટણીમાં ઉમેદવારની પેનલમાં આવવા માટે કોંગ્રેસ માઇક્રો પ્લાનિંગ દ્વારા આગળ વધશે તેવી સ્પષ્ટતા કરી હતી.