સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2017 (11:47 IST)

છૂટાછેડા થયા બાદ ખુશીના પેંડાએ સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી

રાજકોટમાં રહેતા અને મૂળ વાંકાનેરના યુવાને 'છૂટાછેડાના હરખના' લખેલા બોક્સમાં પેંડા વહેંચ્યા હતા.  આ બોક્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અને મીડિયામાં સમાચાર આવતાં તેને દુનિયાભરમાંથી ફોન અને મેસેજ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેને . સંયુક્ત આરબ, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સહિતના દેશોમાંથી 800થી વધારે ફોન કોલ્સ અને હજારો મેસેજ મળી ચૂક્યા છે. જેમાં મહિલાઓ, પીડિતો અને યુવાનોના માતા-પિતાનો સમાવેશ થાય છે.

યુવાને 15 એપ્રિલે કાયદેસર રીતે સમાજના માણસોને સાથે રાખીને રાજકોટમાં છૂટાછેડા લીધા હતા. જેને પગલે તેનો બીજો જનમ થયો હોય તેવી અનુભૂતિ થતાં પેંડા વહેંચ્યા હતા. 19 તારીખે બોક્સ છપાવીને પેંડા વહેચવાની શરૂઆત કરી હતી. કોઈએ 21મી તારીખે બોક્સના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતા. જેને લઈને તેને સંખ્યાબંધ ફોન આવે છે શક્ય હોય એટલા લોકોને ફોન ઉપાડીને સંતોષકારક જવાબ પણ આપે છે.