બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (12:16 IST)

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત બાદ આજે આશાબહેન જોડાશે ભાજપમાં

કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય ઉંઝાના આશાબેન પટેલે આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી. સ્વર્ણિમ સંકુલ ખાતે નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયમાં નીતિનભાઇ પટેલ અને આશાબેન પટેલ વચ્ચે મુલાકાત થઇ હતી. જોકે, આશાબેન પટેલે પોતાના વિસ્તારના કામોની રજૂઆત માટે અને નીતિન પટેલ એક સંબંધી હોવાથી તેમની સાથે માત્ર ચર્ચા-વિચારણા કરવા માટે આ મુલાકાત કરી હોવાનું જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. નીતિન પટેલે જણાવ્યું કે, "કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય પદ પરથી પણ રાજીનામું આપ્યું છે

. તેઓ સમાજ સેવક છે. પરંતુ સુત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે શુક્રવારે જીતુભાઇ વાઘાણી અને સભ્યોની હાજરીમાં આશાબેન પટેલ ભાજપનો ખેશ પહેરશે. મહત્વની વાત એ છે કે આશાબેન ભાજપમાં જોડાવા અંગેનો નિર્ણય કરવા કાર્યકરો સાથે ઉંઝામાં સભા યોજી હતી. પોતાના સમર્થકોના મંતવ્ય લીધા બાદ આશાબેને નીતિનભાઇ પટેલ સાથે મુલાકાત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે મુલાકાત બાદ આશાબેન પટેલને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, " નીતિન પટેલ મારા સંબંધી છે, વડીલ છે અને તેમનું માર્ગદર્શન લેવા આવી છું. આ પક્ષમાં કેવી રીતે જોડાવું તેની ચર્ચા કરવા માટે જ હું નીતિન પટેલ સાહેબને મળવા આવી છું. ભાજપ સાથે મારી કોઈ ડીલ થઈ નથી.