શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 ડિસેમ્બર 2020 (10:19 IST)

ગુજરાતના આ શહેરોમાં થર્ડી ફર્સ્ટના દિવસે પાર્ટી પર પ્રતિબંધ

વર્ષ પુરૂ થતાં જ લોકોમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે, પરંતુ આ વર્ષે અન્ય તહેવારોની માફક જ તેના પર પણ કોરોનાનો આતંક છવાયેલો છે. આ મહામારી વચ્ચે હવે રાજ્ય પોલીસે પણ પોતાનો ડ્રાફ્ટ તૈયાર કરવ લાગી છે. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસે એક મોટો નિર્ણય લીધો છે. 31 ડિસેમ્બરના સમારોહ સંબંધમાં, પોલીસને તે ક્ષેત્ર વિશે માહિતી પુરી પાડવા માટે કહ્યું છે જ્યાં ગત એક અઠવાડિયામાં મોટાભાગના લોકો માસ્ક વિના પકડાયા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં જાહેરાતનું ઉલ્લંઘન કરનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

દર વર્ષે 31 ડિસેમ્બરના રોજ લઇને ઉત્સાહ જોવા મળે છે પરંતુ આ વર્ષે 31 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા રાત કરફ્યુંના કારણે કોઇપણ જશ્ન સાર્વજનિક રૂપથી ઉજવવામાં આવશે. રાત્રે 9 વાગ્યા પછી કોઇપણ પાર્ટીની પરવાનગી આપવામાં આવી નથી. નિયમનું ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યક્તિ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત 31 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં પ્રવેશ અને નિકાસ દ્વાર પર એક ચેક પોસ્ટ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન પણ ચલાવવામાં આવશે.

પોલીસે આ વખતે જાણકારી આપતાં 'થોડા દિવસોમાં 31 ડિસેમ્બરના આવી રહી છે. આ દરમિયાન બપોર સુધી વિભિન્ન પ્રકારના સમારોહ આયોજિત કરવામાં આવે છે. હાલની સ્થિતિમાં કરફ્યું રાત્ર 9 વાગ્યા પછી લાગૂ થાય છે. એટલા માટે રાત્રે 9 વાગ્યા પછી કોઇ સમારોહ યોજવો સંભવ નથી. જો કોઇ સૂચના પોલીસના સંજ્ઞાનમાં આવે છે. તો તે વ્યક્તિઓ વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને જો જરૂરી હોય તો એક કેસ પણ નોંધવામાં આવશે.

આગળ તેમણે કહ્યું કે 31 ડિસેમ્બરના રોજ શહેરના એન્ટ્રી અને એક્ઝિટ સ્થળો પર ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવશે. 31 ડિસેમ્બરના રોજ એક અભિયાન શરૂ કરવામાં આવશે જેથી એ સુનિશ્વિત કરવામાં આવે કે કોઇપણ ડ્રાઇવર દારૂ પીને રસ્તા પર જોવા ન મળે. સાદા કપડાંમાં પોલીસકર્મીઓને એવી જગ્યા પર વ્યવસ્થિત કરવામાં આવશે જ્યાં જનતા એકઠી થઇ શકે.

જે પોલીસ મથકના વિસ્તારમાં ફાર્મ હાઉસ છે, એવા સ્થળોની ઓળખ કરીને પોલીસ સ્ટેશન પર નજર રાખવામાં આવશે. જો મોડી રાતની પાર્ટી સૂચના મળે છે તો પોલીસ દ્વારા તે સ્થળ પર રેડ પાડવામાં આવશે અને જવાબદાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.