સંબંધિત સમાચાર
- જાણો કેમ ગુજરાતના પોલીસવડાએ ફ્લાઈટમાં જ એક શખ્શને ઝડપી લીધો
- આરએસએસ અને ભાજપના અધ્યક્ષ તરીકે મુસ્લિમને બેસાડવા શંકરસિંહની મોદીને ચેલેન્જ
- ભણશે ગુજરાત પછી રખડશે ગુજરાત! શિક્ષિત યુવકે રોજગાર નહીં મળતાં મોચી કામ શરુ કર્યું
- ગુજરાતમાં 700 કરોડના ખર્ચે દરિયાનું પાણી મીઠું કરવાનો પ્લાન્ટ સ્થપાશે
- હાર્દિક પટેલ બોલવા ઉભો થયો અને લાઈટ ગૂલ થઈ ગઈ
હાઈસિક્યુરીટી નંબર પ્લેટને લઈ આવ્યો મહત્વનો નિર્ણય
કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઈ અનુસાર વાહનો પર હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવી ફરજીયાત કરેલ હોય અગાઉ રાજ્યના જુના વાહનોમાં હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશ નંબર લગાવવા માટેની આખરી તા.31-08-2018 જાહેર કરવામાં આવી હતી, જે સંદર્ભે હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર લગાવવા માટે આર.ટી.ઓ., એ.આર.ટી.ઓ.માં વધુ પડતા ધસારાના અનુસંધાને તેમજ જનતાની વધુ સગવડતાને ધ્યાને લઈ હાઈસિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવવાની મુદ્દતમાં વધારો કરી આખરી મુદ્દત તા.31-12-2018 કરવામાં આવી હતી.
અમદાવાદ શહેર સહિત રાજ્યભરનાં વાહનોમાં જૂની નંબર પ્લેટના બદલે હવે હાઇ સિકયોરિટી નંબર પ્લેટ (એચએસઆરપી) ફરજિયાત લગાવવા માટેની સરકારે મુદત વધારી હોવા છતાં વાહન માલિકોની મુશ્કેલીનો અંત આવ્યો નથી ત્યારે હાઈસિક્યુરીટી નંબર પ્લેટને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે HSRP નંબર પ્લેટ લગાવવા નહીં જવુ પડે RTO. જીહા, હવે RTO કર્મચારીઓ તમારી સોસાયટીમાં આવીને જ તમારા વાહનમાં HSRP નંબર પ્લેટ લગાવી જશે.
હવે આરટીઓ કર્મચારી કમારી સોસાયટીમાં આવીને નંબર પ્લેટ તમારા વાહનમાં લગાવી જશે, આ માટે તમારે સોસાયટી વતી RTO કર્મચારીઓને બોલાવવા માટે RTOમાં એક લેટર આપવો પડશે, જેમા તમારે વાહનોની સંખ્યા અને તમારી સોસાયટીનું સરનામું જણાવવું પડશે. જેને ધ્યાનમાં લઇ આરટીઓ કર્મચારી તમારી સોયાયટીએ પહોંચી તમારા વાહનોમાં નંબર પ્લેટ લગાવી જશે.