શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 નવેમ્બર 2018 (11:29 IST)

જાણો કેમ ગુજરાતના પોલીસવડાએ ફ્લાઈટમાં જ એક શખ્શને ઝડપી લીધો

ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝાએ દિલ્હીથી અમદાવાદ આવતા  ફ્લાઈટમાં બાજુની સીટ પર બેઠેલા શખ્સને દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. હરિયાણા ફરીદાબાદનો શખ્સ વડોદરામાં કામથી આવ્યો હતો. હરિયાણા ફરીદાબાદ ગ્રીન ફિલ્ડ કોલોનીમાં રહેતો અને ખાનગી કંપનીમાં કામ કરતો 34 વર્ષીય કુશ ગુલશનકુમાર મલિકને વડોદરામાં તેની કંપનીનું કોઇ કામ હોવાથી તે રવિવારે દિલ્હીથી અમદાવાદ ફ્લાઇટમાં આવ્યો હતો.
જો કે તેણે દિલ્હી એરપોર્ટ પરથી ‘બ્લેક ડોગ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી’ રૂ. 2 હજારની ખરીદી હતી. જે તેણે હેન્ડ બેગમાં મૂકી હતી. જો કે તેઓ ડ્રાય સ્ટેટમાં વ્હીસ્કી ક્યાં સંતાડવી તેના માટે રઘવાયો થયોહતો. તેથી હેન્ડબેગમાં રહેલી તેની દારૂ બોટલ તેમણે કાઢી પાછી મૂકતા તે દરમિયાન તેમની એક સીટ છોડી બેઠેલા ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા દિલ્હીથી પોતાનું એક કામ પતાવીને આવી રહ્યા હતા જેમણે આ જોઇ લીધી હતી. જેથી ડીજી શિવાનંદ ઝાએ તેને અમદાવાદ એરપોર્ટ પર રોકી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે એરપોર્ટ બહાર આવતા શખ્સની ધરપકડ કરી હતી.