શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 20 નવેમ્બર 2018 (10:33 IST)

મહારાષ્ટ્ર - વર્ધામાં આર્મી ડેપોમાં બ્લાસ્ટ, 3 લોકોના મોત, અનેક ઘાયલ

મહારાષ્ટ્રના વર્ધામાં મંગળવારે સવારે આર્મી ડેપોમાં બ્લાસ્ટ થયો છે. ન્યૂઝ એજંસી એએનઆઈ મુજબ બ્લાસ્ટમાં 3 લોકોના મોત થયા છે. બીજી બાજુ અનેક લોકો ઘાયલ થવાની આશંકા છે. એવુ કહેવાય રહ્યુ છે કે બેકાર પડેલ વિસ્ફોટકોને હટાવવાનુ કામ ચાલી રહ્યુ હતુ એ દરમિયાન બ્લાસ્ટ થઈ ગયો 
 
ઉલ્લેખનીય છે કે સોમવારે પંજાબના અમૃતસરના નિરંકારી ભવનમાં બ્લાસ્ટ થયો હતો. જેમા 3 લોકોના મોત થઈ ગયા હતા. જ્યારે કે અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના પાછળ આતંકવાદીઓનો હાથ બતાવાય રહ્યો છે. મુખ્યમંત્રી અમરિંદર સિ6હે ઘટનામાં સામેલ થવા સંબંધમાં માહિતી પુરી પાડનારને 50 લાખ રૂપિયાનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે.