બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 નવેમ્બર 2018 (12:27 IST)

ગુજરાતમાં 700 કરોડના ખર્ચે દરિયાનું પાણી મીઠું કરવાનો પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતના સીએમ વિજય રૂપાણીની હાજરીમાં શનિવારે ગાંધીનગરમાં દરિયાના પાણીને મીઠું બનાવવા માટેનો પ્લાન્ટ જામનગરના જોડિયામાં સ્થાપવા માટે એક કરાર  કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટની રોજિંદી કેપેસિટી 10 કરોડ લિટર પાણીની હશે. તેમાં RCC સમ્પ હશે જે પાઈપલાઈન સાથે અને પમ્પિંગ મશીનરી સાથે જોડાયેલું હશે. ગુજરાતના દરિયાકિનારાની ખારાશ 35,000 પીપીએમથી 60,000 પીપીએમ જેટલી છે. આ પાણીને ગળ્યુ કરવા માટે RO ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. Ph વેલ્યુને નિયંત્રિત કરવાની શરૂઆતની ફિલ્ટરેશન અને કેમિકલ પ્રક્રિયા બાદ દરિયાના પાણીને સેટલમેન્ટ ટેન્કમાં રાખવામાં આવશે. ત્યાર બાદ તેને રિવર્સ ઓસ્મોસીસ મેમ્બ્રેનમાંથી પસાર કરતા પહેલા રેતીના ફિલ્ટર્સમાંથી પસાર કરવામાં આવશે. તેનું પ્રેશર 70 કિલો પ્રતિ સ્કેવર સેન્ટીમીટર જેટલું હશે જે તેમાં પીગળેલા મીઠાને હટાવશે.પાણીને મિનરલ વૉટર બનાવવા માટે કેલ્શિયમ અને મેગ્નેશિયમ ઉમેરવામાં આવશે. ત્યાર પછી આ પાણી પીવાલાયક બનશે. દરરોજ હિરાપરમાં 10 કરોડથી વધારે લીટર પાણી જોડિયા પાઈપલાઈન દ્વારા મોકલવામાં આવશે. ત્યાર બાદ આ પાણી રાજકોટ અને જામનગર જિલ્લા અને મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ જે પાઈપલાઈન નેટવર્ક છે તેનાથી મોકલવામાં આવશે. આ પાઈલોટ પ્રોજેક્ટની કિંમત 700 કરોડ છે અને તે PPP મોડેલ અંતર્ગત શરૂ કરવામાં આવશે.