સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 18 નવેમ્બર 2018 (09:37 IST)

Shocking! હનીમૂનની રાત્રે લિફ્ટમાં ફસાઈ ગઈ નવવધૂ, વરરાજા રાહ જોતા રહ્યા...

લગ્ન માણસના જીવનનો મહત્વનો ભાગ હોય છે અને લગ્નનો સૌથી મહત્વપૂર્ણ દિવસ હોય છે હનીમૂન એટલે કે સુહાગરાત.  આ દિવસે દરેક કોઈ સ્પેશ્યલ રીતે મનાવવા માંગે છે. કારણ કે આ જીવનનો સૌથી વધુ ખુશનુમા અને યાદગાર ક્ષણ હોય છે.  પણ બ્રિટનના એક નવવિવાહિત કપલ સાથે જે ઘટના થઈ તે કોઈ ટ્રેજેડી જેવી જ છે. 
 
આ કપલ હનીમૂન માટે એક હોટલના 18માં માળમાં રોકાયુ હતુ. પણ સુહાગરાતના થોડીવાર પહેલા જ દુલ્હન 17 અને 18માં માળની વચ્ચે લિફ્ટમાં ફસાય ગઈ. આ દરમિયાન તે એક કલાક માટે ફંસાયેલી રહી અને આ દરમિયાન વરરાજા રાહ જોતા રહી ગયા. 
 
લિફ્ટમાં થોડીવાર બંધ રહ્યા પછી જ્યારે વરરાજાને જાણ થઈ કે તે લિફ્ટમાં ફસાય ગઈ છે તો તે જોર જોરથી બચાવવાની બૂમો પાડવા માંડ્યો.  ત્યારબાદ હોટલ સિક્યોરીટી સ્ટાફ અને ટેકનીકલ ટીમે ખૂબ મહેનત પછી નવવધૂને લિફ્ટમાંથી બહાર કાઢી. 
 
નવવધુએ કહ્યુ કે તેને હનીમૂન પહેલા ડાંસ કરવાનો હતો અને આ માટે તે નીચે ડાંસની ડ્રેસ લેવા ગઈ હતી. ત્યારબાદ લાંબા સમય સુધી દોડભાગનુ વાતાવરણ ઉભુ થઈ ગયુ હતુ.