1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 માર્ચ 2021 (23:50 IST)

મહેસાણામાંથી હજુપણ મળી રહી છે જૂની નોટો, 86 લાખની નોટો સાથે બે પકડાયા

દેશમાં નોટબંધી બાદથી અવાર નવાર 500 અને 1000 રૂપિયાની રદ નોટોની સાથે ઘણા લોકો ઘેરાતા જાય છે. ફરી એકવાર લાખો રૂપિયાની જૂની નોટો સાથે પોલીસે એક વ્યક્તિને પકડી પાડ્યો હતો. રિપોર્ટ અનુસાર મહેસાણા સબ ડિવિઝનના પોલીસને ટીપ મળી હતી એક વ્યક્તિ 500 અને 1000 ની જૂની નોટો સાથે રમાનવ આશ્રમની નજીક આવેલા સાંઇબાબા રોડ પરથી નિકળવાનો છે. 
 
આ જાણકારીના આધારે પોલીસે સાંઇબાબા રોડ પર વોચ રાખી હતી. આ દરમિયાન રોડ પરથી જઇ રહેલી અલ્ટો કાર પર પોલીસને શંકા ગઇ હતી. શંકાના આધારે પોલીસે ગાડી રોકી હતી. ગાડી અટક્યા બાદ જ્યારે પોલીસે બંનેની પૂછપરછ દરમિયાન તેમની ઓળખ કિશોર ઓડ અને વિજય અને વિજયસિંહ રાઠોડ તરીકે થઇ હતી. પોલીસે કારની તપાસ કરી તો તેમાંથી તેમને 500 અને 100ની નકલી નોટો મળી હતી. 
 
પોલીસ તપાસ અનુસાર જાણવા મળ્યું છે કે બંને પાસે જે જૂની નોટો મળી છે તેમની કિંમત 86 લાખ છે. લોકલ ક્રાઇમ બ્રાંચે સમગ્ર મામલે કિશોર અને વિજયસિંહ વિરૂદ્ધ મહેસાણા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સીઆરપીસીની કલમ 41(1) અનુસાર કેસ દાખલ કર્યો હતો. પોલીસે બંને આરોપીઓને પકડવા માટે નકલી ગ્રાહક હોવાનું કાવતરું રચ્યું હતું.