આજે વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્શન ડેના દિવસે જ અમદાવાદમાં યુવક મોબાઇલ ટાવર પર ચડીને કૂદ્યો, ફાયર બ્રિગેડ પણ બચાવી ના શકી
આજે વર્લ્ડ સુસાઈડ પ્રિવેન્શન ડે છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં કાંકરિયા ઈકો ક્લબ પાસેના મોબાઇલ ટાવર પર એક યુવક ચડી ગયો હતો. કલાકો સુધી તમાશો થયા બાદ તેને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી હતી, પણ તે પોતાનાં સંસાધનોનો ઉપયોગની શરૂઆત કરે એ પહેલાં જ યુવક બીજી તરફ કૂદી ગયો હતો અને જેને કારણે તેનું મોત નીપજ્યું હોવાની વિગતો હાલ સામે આવી રહી છે.
આ સમગ્ર ચોંકાવનારો વીડિયો હાલ સામે આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.કાંકરિયાના ગેટ નંબર ત્રણ પાસે આવેલા એક મોબાઈલ ટાવર પર આજે સવારે એક યુવક ચડી ગયો હતો. થોડીવારમાં આ વાતની જાણ આસપાસના લોકો થઈ ગઈ તથા ત્યાં ટોળેટોળાં ભેગાં થવા લાગ્યાં હતાં. ગણતરીની ક્ષણોમાં એટલી મોટી ભીડ થઈ ગઈ કે ત્યાં પોલીસ આવી ગઈ હતી. આ બધી વિગતોની જાણ પોલીસ અને સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડને કરતાં તેની ટીમ ત્યાં પહોંચી હતી. તેણે પહેલા મોબાઇલ ટાવરની આસપાસ નેટ લગાવીને યુવક જો કૂદે તો તેને બચાવવા માટે પ્રયાસ કરવાની તૈયારીઓ કરી હતી, પણ યુવક નીચે ઊતરવાનું નામ લઈ રહ્યો હતો અને આ તમાશો કલાકો સુધી ચાલ્યો હતો.
આ દરમિયાન ફાયર ક્રિકેટના કર્મચારીઓનો ઉકેલ લઈને ત્યાં પહોંચ્યા અને સ્નોકેલ ટાવર તરફ આગળ વધારી રહ્યા હતા, ત્યારે ઉપર ચડેલો યુવાન આગળની તરફ કૂદવાને બદલે પાછળની તરફ કૂદી ગયો હતો અને જેને કારણે ગંભીર રીતે ઘવાયો હતો. તેને તાત્કાલિક સારવારાર્થે હોસ્પિટલ ખસેડાયા હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક ગંભીર હાલતમાં હતો અને તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. હાલ તેની ઓળખ કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.