31 ઓગસ્ટથી ગુજરાત સરકારની તમામ ઓનલાઈન સેવાઓ થશે ઠપ

internet
Last Modified ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (14:20 IST)

ગાંધીનગર શહેર ખાતે આવેલા ડેટા સેન્ટરમાં રિપેરીંગનું કામ કરવા માટે 3 દિવસ માટે ગુજરાત સરકારની ઓનલાઇન સેવા બંધ રહેશે. 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી સરકારની તમામ ઓનલાઇન સેવાને બંધ કરી દેવામાં આવશે. કારણ કે,ડેટા સેન્ટરના રિપેરિંગ માટે ગુજરાત સરકારની ઓનલાઇન સેવાને બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને આગામી 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી સરકારી વેબસાઇટ, એપ્લિકેશન, ઇ-મેલ અને તમામ ઇન્ટરનેટ સંબંધિત કાર્યો બંધ કરી દેવાશે. GSWAN નેટવર્ક બેઝ્ડ ડેટા સેન્ટરથી જોડાયેલી તમામ સેવાઓને શટડાઉન કરી દેવામાં આવશે. જીસ્વાન નેટવર્કમાં ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરથી ગુજરાત સરકારની ૩૦૦થી વધુ વેબસાઈટ અને ૪૦થી વધારે એપ્લિકેશન ઓપરેટ કરવામાં આવે છે. જેના થકી રાજ્યમાં ઓનલાઈન, જન્મ- મરણના પ્રમાણપત્ર, મહેસૂલી નોંધ, ખેલમહાકુંભ માટે રજિસ્ટ્રેશન, ભરતી પરીક્ષાઓના ફોર્મ, વાહન હંકારવાનું લાયન્સ, ઈ- ટ્રેઝરીથી લઈને શિષ્યવૃતિ સહિતની અનેક યોજનાઓ માટે ૪૦થી વધુ એપ્લિકેશનથી ઓનલાઈન સેવાઓ નાગરીકોને ઉપલબ્ધ કરાવાય છે. જે 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ બંધ રહેશે.


આ પણ વાંચો :