રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 સપ્ટેમ્બર 2024 (12:12 IST)

ગુજરાતમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

rain alert
રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગતરોજથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આગામી સાત દિવસ રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાવામાં આવી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.3થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી લઈને અત્યંત ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સાત દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે. જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અતિ ભારે કરતાં વધુ વરસાદ વરસી શકે છે. તેવામાં દક્ષિણ ગુજરાતની નદીઓમાં ફરી એક વખત પૂરની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવોથી ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં સમગ્ર મહિના દરમિયાન ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે અને વરસાદ કેવો રહેશે તે અંગે આગાહી કરવામાં આવી છે.