પેપરફોડ અને પેપરચોર સરકાર; આપના વધતા વ્યાપ, પ્રભાવ અને ડરથી ભાજપ વહેલા ચૂંટણી યોજી શકે છેઃ ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ સુરતમાં સકીઁટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. મીડિયાને સંબોધિત કરીને જણાવ્યું હતું કે ગુજરાતમાં વારંવાર પેપર ફોડની જે ઘટનાઓ બની રહી છે. ગઇકાલે રાત્રે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામની શાળામાંથી ધોરણ સાતનંુ પેપર ચોરાયું. દુઃખદ વાત એ છે કે અત્યાર સુધી પેપર ફૂટતા હતા. હવે પેપર ફૂટવાની સાથે પેપર ચોરાઈ પણ ગયું.
આપ પાર્ટી શાળાઓમાં સુરક્ષા મુદ્દે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવી રહી છે.આમ આદમી પાર્ટીએ રાજ્યની 182 વિધાનસભા સીટ પર જન સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ સાધીને સ્થાનિક મુદ્દાઓ અને સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવે છે.
ગુજરાતમાં ભરતી પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટના બાદ બોર્ડની પરીક્ષાના પેપરો ફૂટવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારે હવે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થવાની ઘટના સામે આવી છે. પ્રશ્નપત્રની ચોરી થતાં 22 અને 23 એપ્રિલે યોજાનાર ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલે મોડી રાત્રે પોલીસ ફરિયાદ કરી હતી.