સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 ફેબ્રુઆરી 2023 (09:58 IST)

ગુજરાત વિધાનસભા ખાતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના માટે “સંસદીય કાર્યશાળા” યોજાશે

vidhansabha
ચૂંટાયેલાજન પ્રતિનિધિઓ સંસદીયકાર્ય પ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા.૧૫ અને ૧૬મી ફેબ્રુઆરીના રોજ બેદિવસીય “સંસદીયકાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં તા.૧૫ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧.૦૦ કલાકે લોકસભાનાઅધ્યક્ષ ઓમબિરલાજીના હસ્તે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન થશે. 
 
જ્યારે તા.૧૬મી ફેબ્રુઆરીના રોજ સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સંસદીય કાર્યશાળાનું સમાપન થશે. આ સંસદીય કાર્યશાળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અતિથી વિશેષપદે યોજાશે. સંસદીય કાર્યશાળાના આયોજનની વિગતો આપતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, બે દિવસીય આ સંસદીય કાર્યશાળામાં ૧૦થી વધુ વિષયો પર વિવિધ સત્ર યોજાશે. 
 
જેમાં સંસદીય લોકશાહીમાં જનપ્રતિનિધિઓની ભૂમિકા, વિધાનસભાની કાર્યવાહી અંતર્ગત શું કરી શકાય અને શું ન કરી શકાય?, સ્ટ્રેસમેનેજમેન્ટે, સુદ્રઢ લોકશાહી માટે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા, સંસદીય વિશેષાધિકારો અને નીતિમત્તાના ધોરણે, G-20માં ભારતનું પ્રમુખસ્થાન, સંસદીય પ્રશ્નો અને તાકીદની જાહેર અગત્યની બાબતો પર ચર્ચા ઉપસ્થિત કરવાની નિયમ હેઠળની પદ્ધતિઓ, કારોબારી તંત્ર પર વિધાનસભાની સમિતિઓનો સંસદીય અંકુશ, વિધાનસભામાં નાણાકીય કામકાજ, વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા જેવા વિવિધ વિષયોને આવરી લેવાશે. 
 
આ તમામ વિષયો પર સંસદના નિષ્ણાંતો, તજજ્ઞો તેમજ વિવિધ વિષયના નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાશે. ગુજરાત વિધાનસભા ખાતે યોજાનાર આ બે દિવસીય સંસદીય કાર્યશાળામાં ચૂંટાયેલા તમામ પક્ષના ધારાસભ્યઓ, સંસદસભ્યો, પૂર્વઅધ્યક્ષઓ, પૂર્વમુખ્યમંત્રીઓ, પૂર્વ નાયબ મુખ્યમંત્રીઓ સહિત બુદ્ધિષ્ઠ નાગરિકો સહભાગી બનશે.