શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (15:23 IST)

જૂનાગઢ શિવરાત્રિના મેળામાંથી પરત ફરી રહેલા મુસાફરોને નડ્યો અકસ્માત, બેના મોત 9 ઘાયલ

Junagadh
જૂનાગઢથી અમદાવાદ તરફ આવતી પિકઅપ વાનને સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પાસે અકસ્માત નડ્યો હતો. આજે સવારે અમદાવાદ તરફ આવી રહેલ પીકઅપ વાન રોડની સાઈડમાં ઉતરી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ વાનમાં મુસાફરી કરતા બે વ્યક્તિના મોત થયા હતા અને 9 મુસાફરો ઘાયલ થયા હતા. જેથી ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આજે સવારે અમદાવાદ તરફ આવી રહેલ પીકઅપ વાન રોડની સાઈડમાં ઉતરી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમા ચોટીલા  હાઈવે પર આવેલ ક્રિષ્ના હોટલ પાસે અકસ્માત થયો હતો જેમાં બે વ્યક્તિના મોત નિપજ્યાં હતા. આ ઘટના અંગે તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી તેથી 108 મારફતે ઈજા પામેલ 9 મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પાપ્ત થતી માહિતી મુજબ જૂનાગઢથી અમદાવાદ તરફ આવતી પિકઅપ વાનને સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પાસે અકસ્માત નડ્યો હતો. પીકઅપમાં  મુસાફરી કરતા બે વ્યક્તિના મોત થયા હતા અને 9 મુસાફરો ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતા લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઈજા પામેલ 9 મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તે બાદ વધુ ગંભીર જણાતા વ્યક્તિને રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ અંગે ચોટીલા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.