રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 ઑગસ્ટ 2018 (11:58 IST)

હાર્દિક ઉપવાસ ચાલુ રાખવા મક્ક્મ, ગુજરાત બહારના રાજકારણીઓનો પણ સપોર્ટ

પાટીદાર નેતા હાર્દિકના ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. પરંતુ રુપાણી સરકાર હાર્દિકની એકેય માગણી માનવા તૈયાર નથી, અને હાર્દિકના ઉપવાસ કોંગ્રેસ પ્રેરિત હોવાના આરોપ લગાવી રહી છે.પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફીની માગ સાથે હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. હાર્દિકને ગુજરાત બહારના રાજકારણીઓનો પણ સપોર્ટ મળી રહ્યો છે. તૃણમુલ કૉંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા ભારત ભૂષણ માંડલે હાર્દિકની મુલાકાત લીધી. દિનેશ ત્રિવેદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તરફથી હાર્દિકને રાખડી બાંધી. આ પ્રકારે ‘દીદી’એ પોતાના ‘નાના ભાઈ’ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. RJDના ભારત ભૂષણ માંડલે જણાવ્યું કે, “અમારા પક્ષના તેજસ્વી યાદવ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાર્દિકના સમર્થમાં અમદાવાદની મુલાકાત લઈ શકે છે. આ અંગે તેઓ જલ્દી જ નિર્ણય કરશે.”  રક્ષાબંધનના દિવસે સવારે હાર્દિકની બહેન મોનિકા પટેલે હાર્દિકને રાખડી બાંધી હતી. મોનિકાએ કહ્યું કે, “લગ્ન બાદ આ મારી પહેલી રક્ષાબંધન છે. મને ગર્વ છે કે મારો ભાઈ પાટીદાર સમાજ અને ખેડૂતોના હિત માટે લડી રહ્યો છે. પરંતુ હાર્દિક અને તેના સમર્થકોની આસપાસ પોલીસનો ચુસ્ત જાપ્તો જોઈને ચિંતા થાય છે.” અમદાવાદ, આણંદ અને નડિયાદ જિલ્લા ઘણી યુવતીઓ અને મહિલાઓ હાર્દિકને રાખડી બાંધવા આવી, જેમને SP રિંગ રોડ પર પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. કિંજલ પટેલ અને ડિઝાઈન સ્ટુડંટ ધ્વનિ પટેલ જેવી કેટલીક છોકરી એ મહિલાઓ પૈકીની હતી જે ઉપવાસ સ્થળ સુધી રાખડી બાંધવા માટે પહોંચી શકી.   તૃણમુલ કૉંગ્રેસના નેતા દિનેશ ત્રિવેદીએ કહ્યું કે, “સરકારને હચમચાવી નાખનાર આ યુવાન સાથે અમે ખડકની જેમ ઊભા છીએ. પોલીસે મને જણાવ્યું કે કલમ 144 લાગુ કરવામાં આવી છે. એટલે તેમણે થોડા વખત માટે મને અંદર જવા ન દીધો. સરકાર હાર્દિકના આ આંદોલનને દબાવવાના તમામ પ્રયાસો કરી રહી છે.