શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2017 (00:12 IST)

જાણો શું છે "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત ?

મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રીડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. "People Called Ahmedabad" બુકની રસપ્રદ વાત એ છે કે આ બુક માટે 17 જેટલા લેખકો એ એક વર્ષ સતત અમદાવાદ અને અમદાવાદીઓનો બારીકાઇપૂર્ણ અભ્યાસ કર્યો હતો. આ બુકમાં સમાવી લેવામાં આવેલી તમામ 55 વાર્તાઓ અમદાવાદ અને અમદાવાદીઓ વિશેના ભિન્ન-ભિન્ન પાસાઓનો ભેદ ખોલે છે. અમદાવાદ અને અમદાવાદીઓની વાર્તાઓ આ બુકને જીવંત કરે છે.

આ બુકમાં અમદાવાદ જીવતું, ધબકતું જોવા મળે છે અને તેનું કારણ છે વાર્તાઓમાં જોડાયેલા લોકોનું અમદાવાદ સાથેનો અતૂટ નાતો. આ બુકના ક્યુરેટર નિશા નાયર તથા ત્રણ ઓથર્સ લીઝા ચેઝોત, પ્રયાસ અભિનવ અને ધવલ શુક્લ આ બુકનું રીડિંગ કર્યું હતું અને અમદાવાદની ઝિંદાદિલી અને આ બુકની પાછળ લાગેલી તેમની મેહનત અને પ્રોસેસને બધા સાથે મળી સેલિબ્રેટ કરી હતી.