રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 15 માર્ચ 2023 (11:46 IST)

ગુજરાત મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ વિરૂદ્ધ અરજી, હાઇકોર્ટે સરકારને પાસે માંગ્યો જવાબ

ગુજરાત હાઈ કોર્ટે મસ્જિદોમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા માટે દાખલ કરવામાં આવેલી પીઆઈએલ પર રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. કાર્યકારી ચીફ જસ્ટિસ એજે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે બજરંગ દળના નેતા શક્તિસિંહ ઝાલાની અરજીને જાહેર હિતની અરજીમાં સામેલ કરવાની મંજૂરી આપી હતી. મૂળ અરજદાર ધર્મેન્દ્ર પ્રજાપતિએ ધમકીને ધ્યાનમાં રાખીને અરજી પાછી ખેંચી લીધા બાદ કોર્ટે આ પરવાનગી આપી હતી.
 
ઝાલાના વકીલે મૂળ અરજદારની ગેરહાજરીમાં તેમને અરજીમાં જોડાવાની મંજૂરી આપવા કોર્ટને અપીલ કરી હતી. કોર્ટે આ મામલાને 12મી એપ્રિલ માટે લિસ્ટ કર્યો છે. કોર્ટે રાજ્ય સરકારને જવાબ દાખલ કરવાનો પણ આદેશ કર્યો છે.
 
પીઆઈએલમાં માંગ કરવામાં આવી છે કે ગુજરાતની મસ્જિદોમાં લાઉડ સ્પીકર દ્વારા અઝાન આપવા પર પ્રતિબંધ મુકવો જોઈએ. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે. તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.