રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 મે 2017 (13:16 IST)

દવાઓના ઓનલાઈન વેચાણ સામેના વિરોધમાં કેમિસ્ટોની આજે હડતાલ

કેમિસ્ટો દવા મોંઘા ભાવે વેચી રહ્યા હોવાના સદંતર ખોટા આક્ષેપો, મહત્તમ છૂટક ભાવની જીએસટીમાં ગણતરી કરવા અંગેના વિવાદો તથા દવાઓના ઓનલાઈન વેચાણને લગતા વિવાદો સામે વિરોધ નોંધાવવા માટે આજે દેશભરના કેમિસ્ટો એક દિવસની ટોકન હડતાલ પાડશે. દવાના ભાવ નક્કી કરવાની સત્તા કેમિસ્ટો પાસે નહિ, પરંતુ નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરીટીના હાથમાં છે. તેમાં કેમિસ્ટોની કોઈ જ ભૂમિકા હોતી નથી. કંપનીઓ તેમના ઉત્પાદન અને માર્કેટિંગ સહિતના તમામ ખર્ચાઓને આવરી લઈને એન.પી.પી.એ.ને અંદાજ આપે છે. આ અંદાજને આધારે એન.પી.પી.એ. દવાના ભાવ નક્કી કરી આપી છે. એન.પી.પી.એ.એ નક્કી કરી આપેલા ભાવમાં એક પાઈનો પણ ફેરફાર કરવાની સત્તા કેમિસ્ટોને નથી. તેમ જ બ્રાન્ડેડ દવા ડૉક્ટર લખી આપે તો તેના પ્રિસ્ક્રીપ્શનમાં લખી આપેલી દવાઓ સિવાયની દવા કેમિસ્ટ આપે તો તે કેમિસ્ટનો ગુનો ગણાય છે તેથી કેમિસ્ટો જેનરિકને બદલે બ્રાન્ડેડ દવાઓ પકડાવીને દરદીઓને લૂંટી રહ્યા હોવાના સદંતર ખોટા આક્ષેપનો વિરોધ કરવા તેઓ હડતાલ પર ઉતર્યા છે. જોકે જે દરદીઓના જીવ જોખમમાં હશે તો તેમને માટે જોઈતી દવાઓનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા ચાલુ રાખવાની ખાતરી આ કેમિસ્ટોએ આપી છે.

ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 56.82 ટકા
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, ગયા વર્ષની સરખામણીમાં ટકાવારીમાં નજીવો ફરક છે વર્ષ 2016માં પરિણામ 55.85% રહ્યું હતું, જ્યારે આ વર્ષે 56.82% આવ્યું છે.  ધોરણ-10ની જેમ ધોરણ-12માં પણ સુરત જિલ્લાએ બાજી મારી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 56.82 ટકા પરિણામ જાહેર થયું છે. માર્ચમાં રાજ્યના કુલ 496 કેન્દ્રો-પેટાકેન્દ્રો પરતી સામાન્યપ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉચ્ચતર ઉત્તરબુનિયાદી પ્રવાહમાં કુલ 5,05651 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 2,81,256 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર એલીસબ્રિજ, અમદાવાદ 100 ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ભીખાપુરા 10.07 ટકા છે.
ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સુરત જિલ્લો પરિણામમાં અવ્વલ રહ્યો છે, સુરતનું પરિણામ 73.85 રહ્યું છે જે ગયા વર્ષે 73.50 હતું. જ્યારે અમદાવાદ નું પરિણામ 66.72 ટકા રહ્યું છે. આ વર્ષે સૌથી નબળું પરિણામ ધરાવતા જિલ્લામાં 30.81% સાથે છોટા ઉદેપુર રહ્યું છે. જ્યારે ગયા વર્ષે નર્મદા જિલ્લાનું પરિણામ સૌથી નબળું 32.17% રહ્યું હતું. આ વર્ષે સૌથી સારું પરિણામ ધરાવતા કેન્દ્રમાં અલીસબ્રીજ (અ’વાદ) છે, જેનું પરિણામ 100 ટકા આવ્યું છે, ગયા વર્ષે પણ આ કેન્દ્ર જ અવ્વલ રહ્યું હતું. આ વર્ષે સૌથી નબળું પરિણામ ધરાવતું કેન્દ્ર 10.07 ટકા સાથે ભીખાપુરા છે જે ગયા વર્ષે રાજપીપળા હતું.
વર્ષ 2016 100% પરિણામ મેળવનારી શાળાઓની સંખ્યા 107 હતી જે આ વર્ષે ઘટીને 81 થઈ છે. જ્યારે 10%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વર્ષે 127 જે ગયા વર્ષે માત્ર 100 હતી. ચાલુ વર્ષે A ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 257 છે ગયા વર્ષે 169 હતી. પ્રવાહ પ્રમાણેના પરિણામ પર નજર કરીએ તો, સામાન્ય પ્રવાહમાં 5,01,304 વિદ્યાર્થીઓ હતા જેમાંથી 2,78,630 વિદ્યાર્થીઓ પરિણામ મેળવવાને પાત્ર રહ્યા હતા જેમની ટકાવારી 56.78 છે. જ્યારે વ્યવસાય પ્રવાહમાં 1,275 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 794 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવાને પાત્ર છે જેમની ટકાવારી 62.62 છે. જ્યારે ઉ.ઉ.બુ. પ્રવાહના 3,072 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી પરિણામ પાત્ર વિદ્યાર્થીઓની સંખ્યા 1,832 રહી છે, જેની ટકાવારી 60.10 થાય છે. આમ કુલ ટકાવારી 56.82 થાય છે.