સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 જુલાઈ 2023 (09:50 IST)

ફોટ મહાદેવ ફરવા ગયેલો યુવક પાણીના ધોધમાં ડૂબવાથી યુવકનું મોત

drowned
- ફોટ મહાદેવ ફરવા ગયેલો યુવક પાણીના ધોધમાં તણાઈને ડુબી જતાં મોત
- ૩૦ વર્ષિય રમેશ નામનો યુવક ધોધમાં ન્હાવા ગયો હતો 
 
કચ્છમાં વરસાદ થવાથી સચરાચર વરસાદ થયા બાદ મોટી સંખ્યામાં લોકો નદી, ડેમમાં પાણી નિહાળવા જતા હોય છે. રવિવારના દિવસે નખત્રાણા નજીક આવેલ ફોટ મહાદેવ ફરવા ગયેલો યુવક પાણીના ધોધમાં તણાઈને ડુબી જતાં મોત નિપજ્યું હતું. 
 
અબડાસા તાલુકાના નાની બાલાચોડ ગામની હદમાં આવતા નખત્રાણા નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ ગણાતા ફોટ મહાદેવ ખાતે નખત્રાણાના નવાનગરાથી મિત્રો સાથે ફરવા આવેલો ૩૦ વર્ષિય રમેશ નામનો યુવક ધોધમાં ન્હાવા પડયો હતો 
 
ત્યારે અકસ્માતે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. આશાસ્પદ યુવાનને રમેશના મિત્રો તેમજ આસપાસના રહેલા લોકોને બહાર કાઢીને નખત્રાણાના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા હતા.