રવિવાર, 12 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 સપ્ટેમ્બર 2025 (14:33 IST)

બાબરામાં ધોરણ 7ના સગીર વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં

AMRELI
AMRELI-  અમરેલી ( Amreli ) જિલ્લાના બાબરા તાલુકાના કોટડાપીઠા ગામમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ સંકુલ નામની ખાનગી સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શિક્ષકે સગીર વિદ્યાર્થી સાથે અશ્લીલ હરકત કરતાં ચકચાર મચી ગઈ હતી.

આરોપી સ્કૂલના શિક્ષક શૈલેષ ખૂંટ વિદ્યાર્થી સગીર સાથે શાળાના કમ્પ્યુટર લેબ, શાળાની પાછળના ભાગે આવેલા વાડા, અગાસી, જૂના બાથરૂમ અને પોતાના બેડરૂમ જેવી એકાંત જગ્યાએ લઈ જઈ અડપલાં કર્યા હતા. 

સ્કૂલના શિક્ષક શૈલેષ ખૂંટ પર ધોરણ 7ના સગીર વિદ્યાર્થીણી સાથે શારીરિક અડપલાં અને કુચેષ્ટાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીના માતાએ શિક્ષક શૈલેષભાઈ ખુંટ સામે ફરિયાદ નોંધાવી હતી

વિદ્યાર્થીના વાલીએ તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.