સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (12:11 IST)

Surat માં 360 ડિગ્રીના સ્ટેજ પરથી PM મોદી કરશે સંબોધન, જાણી લો આખો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલેકે 30મીએ આવશે ગુજરાત. સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું કરશે ઉદ્ધાટન. ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં સેન્ટ્રલ રિવોલ્વિંગ સ્ટેજ આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશમાં પ્રથમવાર PM નરેન્દ્ર મોદી રિવોલ્વિંગ સ્ટેજ મારફતે જાહેરજનતાને સંબોધન કરશે. સેન્ટર રિવોલ્વિંગ સ્ટેજના માધ્યમથી ઇન્ડોર સ્ટેડિયમમાં ચારે બાજુ બેઠેલા તમામ લોકો વડાપ્રધાનને આંખથી આંખ મેળવીને નિહાળી શકશે. સ્ટેજ ઉપર ઉપસ્થિત પી.એમને ચક્કર નહીં આવે તે રીતે રિવોલ્વિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 7 મિનિટમાં રિવોલ્વિંગ સ્ટેજ એક રાઉન્ડ પુરો કરશે. એટલે કે એક કલાકના કાર્યક્રમમાં વડાપ્રધાન 9 વાર ઇન્ડોર સ્ટેડિયમના ચક્કર લગાવશે. મેક ઇન્ડિયા ટેકનોલોજી અંતર્ગત એસવીએનઆઇટીના વિદ્યાર્થીઓએ રિવોલ્વિંગ સ્ટેજની ટેકનોલોજી મુકી છે. સાથે સાથે PM નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરીથી સુરત – શારજહાંની ફ્લાઈટ શરૂ કરાવશે. સાથે રૂ.350 કરોડના વિકાસ કામોનો કરશે શિલાન્યાસ. નવા ટર્મિનલ બિલ્ડીંગનું વિસ્તરણ પણ કરાશે. સુરતમાં ઈન્ડોર સ્ટેડિયમમાં PM મોદીનો મેગા શો યોજાશે. અંદાજીત 15 હજાર પ્રોફેશનલો સાથે PM ચર્ચા  કરશે  તે ઉપરાંત 360 ડિગ્રીના સ્ટેજ પરથી PM મોદી સંબોધન કરશે.