શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: લખનૌ. , બુધવાર, 21 જૂન 2017 (10:00 IST)

Yoga Day - મુશળધાર વરસાદ વચ્ચે PM મોદીની યોગ સાધના, બોલ્યા - મીઠાની જેમ યોગને જીવનનો એક ભાગ બનાવો

ભારત સહિત દુનિયાભરમાં આજે આંતરરાષ્ટ્રીય સ્તર પર યોગ દિવસ ઉજવાય રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં યોગ કાર્યક્રમ પહેલા વરસાદ શરૂ થઈ ગયો. પણ પીએમ યોગ કાર્યક્રમમાં સમયસર ભાગ લેવા પહોંચ્યા. તેમની સાથે રાજ્યમંત્રી રામ નાઈક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય પણ હાજર રહ્યા. લખનૌના રમાબાઈ પાર્કની આસપાસ ભારે વરસાદ વચ્ચે પીએમે યોગા કર્યા. ૐ ની ધ્વનિ સાથે પીએમના કાર્યક્રમમાં યોગ કાર્યક્રમની શરૂઆત થઈ. 
 
મીઠાની જેમ યોગને જીવનનો ભાગ બનાવો - પીએમ 
પીએમ મોદીએ યોગ કાર્યક્રમ પહેલા ત્યા હાજર રહેલા લોકોને સંબોધિત કર્યા. તેમણે કહ્યુ કે યોગને મીઠાની જેમ તમારા જીવનનો ભાગ બનાવો. તેમણે કહ્યુ કે મનને સ્થિર રાખવામાં યોગનુ મહત્વ છે.  વરસાદ જો શરૂ થઈ જાય તો યોગની શેતરંજીનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે.  આ લખનૌના લોકોએ બતાવી દીધુ છે.  તેમણે કહ્યુ કે લખનૌવાસીઓ દ્વારા યોગને બળ આપવાનો પ્રયાસ અભિનંદનીય છે. આજે યોગ જન-જન અને ઘર ઘરનો ભાગ બની રહ્યો છે. વિશ્વના અનેક દેશ જેઓ આપણી સંસ્કૃતિને જાણતા પણ નથી છતા તેઓ યોગ સાથે જોડાયેલા છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર યોગને માન્યતા આપ્યા પછી સતત તેના પ્રત્યે લોકોનો રસ વધ્યો છે.  છેલ્લા ત્રણ વર્ષમાં અનેક યોગ સંસ્થાન ખોલવામાં આવ્યા. યોગ શિક્ષકોની માંગ વધી છે અને યોગને પ્રોફેશનના રૂપમાં સ્વીકાર કરવા માટે યુવા આગળ વધી રહ્યા છે.  તેમણે દેશના ખૂણા ખૂણામાં યોગ કરનારાઓને પ્રણામ કર્યા. 
 
લગભગ 51000 લોકો સાથે યોગ 
 
પીએમ મોદી અને સીએમ યોગીએ લગભગ 51000 લોકો સાથે યોગ કર્યા. વરસાદને કારણે અહી લગભગ અડધો કલાક મોડેથી યોગ કાર્યક્રમ શરૂ થયો. અહી સવારે છ વાગ્યાથી યોગ અભ્યાસ શરૂ થવાનો હતો. પણ જોરદાર વરસાદને કારણે કાર્યક્રમમાં ખલેલ પડ્યો. જોકે બાબા રામદેવની આગેવાનીમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં યોગ કરી રહ્યા છે. 
 
અમિત શાહે બાબા રામદેવ સાથે કર્યા યોગા 
 
યોગગુરૂ બાબા રામદેવે અમદાવાદમાં સેકડો લોકો સાથે મળીને યોગ કર્યા. બાબા રામદેવે મંચ પરથી લોકોને યોગના અનેક આસન પણ બતાવ્યા. 
 
કેજરીવાલ, નાયડૂએ દિલ્હીમાં કર્યા યોગા 
 
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના કનૉટ પેલેસ સ્થિત સેંટ્રલ પાર્કમાં આયોજીત યોગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂ અને રામનાથ કોવિંદે યોગ કર્યા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સાથે 1000 દિવ્યાંત બાળકો પણ ભાગ લઈ રહ્યા છે. દેશમાં જ નહી વિદેશોમાં લોકો યોગ દિવસ ઉજવી રહ્યા છે. સોશિયલ સાઈટ્સ પર લોકો પોતાના યોગની તસ્વીરો પણ શેયર કરી રહ્યા છે.