ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 7 જાન્યુઆરી 2024 (12:29 IST)

Ram Mandir: 'રામરાજનો શંખ ફૂંકાયો...' પીએમ મોદીએ ગીતાબેનનું રામ ભજન શેર કર્યું

geeta rabari
છેલ્લા ત્રણ દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પાંચમું રામ ભજન શેર કર્યું છે. 22 જાન્યુઆરીએ પીએમ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે.
 
અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે. આ અંગેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યામાં એક તરફ જ્યાં મંદિરને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને મહેમાનોના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ આ ખાસ અવસર માટે ઘણા ગાયકો રામના આગમન પર ભજનોની રચના કરી રહ્યા છે. આવું જ બીજું ભજન રિલીઝ થયું છે, જેને પીએમ નરેન્દ્ર મોદીએ પણ શેર કર્યું છે.
 
આ ગીત ગીતાબેન રબારીએ ગાયું છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ આ પહેલા પણ કેટલાક ભજન શેર કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગીતાબેનના ગીત સાથે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈસ પર શેર કર્યો હતો

/div>