આજે સૌરાષ્ટ્ર માટે મહત્વની બે યોજનાઓનું PM નરેન્દ્ર મોદી કરશે ઇ-લોન્ચીગ  
                                       
                  
				  				  
				   
                  				  સમગ્ર સૌરાષ્ટ્ર માટે મહત્વની બે યોજનાઓ ખેડૂતોને દિવસે વિજળી આપવા માટે કિસાન સુર્યોદય યોજના અને સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૪ ઓક્ટોબરના રોજ ડિઝીટલ માધ્યમથી શુભારંભ કરાવશે.
				  										
							
																							
									  
	 
	મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તા.૨૪ ઓક્ટોબરના રોજ સવારે ૯.૫૦ કલાકે પોલીસ ટ્રેનીંગ સેન્ટર, બિલખા રોડ, જૂનાગઢ ખાતે યોજનાર ઇ-લોકાર્પણ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ભવનાથ ખાતે ૧૧-૩૦ કલાકે રોપ-વે પ્રારંભ કાર્યક્રમમાં ઉપસ્થીત રહી રોપ-વેના માધ્યમથી અંબાજી માતાના દર્શન કરશે. 
				  
	 
	રોપ-વે બાદ લીયો રીસોર્ટનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, પ્રવાસન રાજ્ય મંત્રી વાસણભાઇ આહિર, યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી વિભારીબેન દવે, સાંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમાં, ધારાસભ્યો, પદાધિકારીઓ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	ખેડૂતો માટે વિજ ક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સુર્યોદય યોજના થકી જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના ૭૫૯૯૧ કૃષિ વિજ જોડાણ ધરાવતા ખેડૂતો દિવસે વિજળી મળશે. ઉપરાંત ઔદ્યોગિક એકમોને દિવસે મળતી વિજળીની જેમ દિવસે વિજ પુરવઠો મળશે. ગીર બોર્ડરના ખેડૂતોને રાની પશુઓના ત્રાસથી પણ મુક્તિ મળશે.
				  																		
											
									  
	 
	રૂા.૧૩૦ કરોડની ગિરનાર રોપ-વે યોજના સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને વેગ આપશે. ૫૫૦૦ પગથીયા ચડીને માતા અંબાજીના દર્શન કરવા જતા યાત્રાળુએ હવે માત્ર આઠ મીનીટમાં રોપ-વે ના માધ્યમથી માતાજીના દર્શન કરી શકશે. રોપ-વે થકી જૂનાગઢ, સાસણ, સતાધાર, તુલશીશ્યામ, સોમનાથ તેમજ દિવ સહિતના પ્રવાસન સ્થળોની ટુરીઝમ સર્કીટ બનશે. જૂનાગઢ ટુરીઝમનું હબ બનશે. આ બન્ને યોજનાના પ્રારંભથી સમગ્ર જૂનાગઢ ગીર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે.