ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 15 ડિસેમ્બર 2020 (15:21 IST)

LIVE: કચ્છમાં બોલ્યા પીએમ મોદી - સિંગાપુરથી પણ મોટો સોલર પાર્ક, ખેડૂતોને મળશે લાભ

-પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કચ્છની સ્થાનિક ભાષામાં કરી. પીએમ મોદીએ કહ્યુ કે આજે સરદાર પટેલનુ સપનુ પુરૂ થઈ રહ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે હવે કચ્છમા દુનિયાન ઓ સૌથી મોટુ હાઈબ્રિડ એનર્જી પાર્ક બની રહ્યુ છે.  જેટલુ મોટુ સિંગાપુર અને બહેરીન છે, એટલુ જ  મોટુ આ પાર્ક છે. 


- આજે સરદાર પટેલની પુણ્યતિથિ છે અને આ અવસરે કચ્છમાં દુનિયાનો સૌથી મોટા રિન્યૂઅબલ એનર્જી પાર્કનું ભૂમિપુજન કર્યું તેને જાતા લાગે છે કે, સરદાર સાહેબનું સપનું ખુબ જ ઝડપી સાકાર થશે.

- મોદીએ સંબોધન દરમિયાન કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને યાદ કરતા કહ્યું કે, કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો લોકોના ઘરો તૂટી ગયા પરંતુ કચ્છી લોકોના મનોબળને ભૂકંપ તોડી શક્યો નહી. ભૂકંપે કચ્છને સંપૂર્ણ રીતે તબાહ કરી નાંખ્યુ હતું તે છતા હવે કચ્છની પ્રવાસન ક્ષેત્રે આખી દુનિયામાં આગવી ઓળખ ઉભી થઇ ગઇ છે. વિદેશી પ્રવાસીઓ કચ્છનું સફેદ રણ જોવા આવે છે. કચ્છનું રણ અને રણોત્સવ જોવા માટે લાખો પ્રવાસીઓ આવે છે. સાથે જ કચ્છના લોકોએ આખા દેશના લોકોને આત્મનિર્ભર રહેવાનું શિખવ્યું છે.

અહી સાંભળો મોદીજીનુ લાઈવ ભાષણ 
- કચ્છનો ભયાનક ભૂકંપ યાદ છે: CM
- મોદીએ અસંભવને સંભવ બનાવ્યું:
- મુખ્યમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા દોઢ દસકમાં કચ્છે વિકાસની નવી કહાની લખી છે. આજે એવી કોઇ ઇન્ડસ્ટ્રી નથી જે કચ્છમાં ન હોય.
તેમણે વધુમાં જણાવ્યું કે, નદીઓને જોડવાની વાત હોય, સૌની યોજનાનું નેટવર્ક હોય, નર્મદા ડેમનું કામ પૂર્ણ કરવાની વાત હોય કે પછી નર્મદા આધારિત વોટર ગ્રીડ તૈયાર કરવાની વાત હોય વડાપ્રધાનની દુરંદેશી વિચારનો પુરો લાભ આજે ગુજરાતને મળે છે.
- દોઢ દાયકાથી કચ્છે વિકાસ ગાથા લખી છે: CM
- જળસમૃદ્ધ બનાવવામાં મહત્વનો ફાળો: CM
ભુજ એરફોર્સ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ, એર કોમોડોર મલુક સિંઘ (વી.એસ.એમ.) ડી.જી.પી. આશિષ ભાટિયા સહિતના આગેવાનોએ સ્વાગત કર્યું હતું.