સંબંધિત સમાચાર
- ટુરિસ્ટ માટે ખુલ્યો જામનગરનો 174 વર્ષ જુનો ઐતિહાસિક ભુજીયા કોઠા, સાકાર થયો PM નરેન્દ્ર મોદીનો મંત્ર
- મુંબઈ-અમદાવાદમં બુલેટ ટ્રેન ક્યારે દોડશે ? જાપાનમાં ભારતના રાજદૂતે આપ્યા સંકેત, PM મોદીના પ્રવાસ બાદ થશે ડિલીવરી
- અમદાવાદ ACB માં પરીક્ષા વગર સીધી ભરતીની સુવર્ણ તક
- વડોદરામાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો અને સરદારધામ-3નું લોકાર્પણ: પ્રશાસન એલર્ટ
- PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ અને રાત્રિ રોકાણ, વડોદરામાં સરદારધામ ભવનનું કરશે લોકાર્પણ
બંગાળમાં જીત બાદ પીએમ મોદીનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત: સોમનાથ મંદિરની 75મી વર્ષગાંઠ નિમિત્તે આવશે વતન, વડોદરામાં સરદાર ધામ-3 નું કરશે લોકાર્પણ
modi visit
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત મેળવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ ભવ્ય વિજયને વધાવવા માટે ગુજરાતમાં તેમના ગ્રાન્ડ વેલકમની તૈયારીઓ કરવામાં આવી છે. 11 મેના રોજ જ્યારે પીએમ મોદી ગુજરાત પહોંચશે, ત્યારે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળશે. ખાસ કરીને વડોદરા અને જામનગરમાં તેમના સ્વાગત માટે વિશેષ રોડ-શો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠની ઉજવણી
પીએમ મોદીની આ મુલાકાતનો મુખ્ય હેતુ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને સમર્પણની 75 મી વર્ષગાંઠની ઉજવણીમાં સહભાગી થવાનો છે. પ્રધાનમંત્રીએ પોતે એક નોંધમાં જણાવ્યું હતું કે સોમનાથ મંદિર એ રાષ્ટ્રના અવિરત સંઘર્ષ અને પુનઃનિર્માણનું પ્રતીક છે. તેઓ આ પવિત્ર દિવસે સોમનાથ મંદિરમાં વિશેષ પૂજા, અર્ચના અને આરતી કરશે. આ ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે મંદિર પરિસરમાં વ્યાપક સુધારા અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
વડોદરા પ્રવાસ દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના રોડ શોના રૂટનું નિરીક્ષણ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી અને પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા. pic.twitter.com/ZiZcmIYLby
— Harsh Sanghavi (@sanghaviharsh) May 8, 2026
વડોદરામાં સરદાર ધામ-3 નું ઉદ્ઘાટન અને પાટીદાર સમાજનું સ્વાગત
મુલાકાત દરમિયાન પીએમ મોદી વડોદરામાં 150 કરોડના ખર્ચે તૈયાર થયેલા 'સરદાર ધામ-3' (શ્રી દુષ્યંત અને દક્ષાબેન પટેલ સંકુલ) નું ઉદ્ઘાટન કરશે. આ સંકુલ 2,000 થી વધુ વિદ્યાર્થીઓ માટે આધુનિક આવાસ અને શિક્ષણની સુવિધાઓ પૂરી પાડશે. આ કાર્યક્રમમાં વિવિધ અગ્રણી પાટીદાર સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન અને સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરક્ષા અને તૈયારીઓનું નિરીક્ષણ
પીએમ મોદીના પ્રવાસને સફળ બનાવવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા અને જામનગરની મુલાકાત લઈને પાયાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. વડોદરામાં લગભગ 40 હજારથી વધુ લોકો પ્રધાનમંત્રીના સ્વાગત માટે ઉમટી પડશે તેવી શક્યતા છે. હર્ષ સંઘવીએ સ્વાગત રૂટનું નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. લોકોની ભીડને ધ્યાનમાં રાખીને ટ્રાફિક અને એન્ટ્રી પોઈન્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર અને ભાજપ સંગઠનની હાઈલેવલ બેઠક
મુલાકાતની અંતિમ તૈયારીઓ માટે વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને પોલીસ કમિશનરની હાજરીમાં એક હાઈલેવલ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને વહીવટી અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન પીએમ મોદીના કાર્યક્રમ સ્થળે સુવિધાઓ, પાર્કિંગ, ટ્રાફિક કંટ્રોલ અને આરોગ્ય સેવાઓ જેવી મહત્વની બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જામનગરમાં પણ પીએમ મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા રાત-દિવસ તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે.
વડોદરા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ સરદારધામના લોકાર્પણ પ્રસંગે પધારવાના છે ત્યારે સ્થાનિક તંત્રના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી આયોજનની સમીક્ષા કરી. pic.twitter.com/nD20VlIG30
— Harsh Sanghavi (@sanghaviharsh) May 8, 2026
