સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 માર્ચ 2017 (20:33 IST)

ઓપલ પ્લાન્ટના ઉદઘાટનમાં મોદી બોલ્યા, વિમુદ્રીકરણના દુનિયાભરમાં થયા વખાણ

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસના ગુજરાત પ્રવાસની શરૂઆત સુરતથી કરી. સુરત એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરીને વડાપ્રધાન દહેજ ઓપેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દહેજમાં બિઝનેસ સંમેલન યોજાયું હતું જેમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે દહેજ એક એવું શીશું છે જેને મોટું થતાં મેં મારી આંખ સામે જોયું છે. સાથો સાથ નોટબંધીના દુનિયાભરમાં વખાણ થયા હતા તેની ખાસ વાત કરી હતી. 30 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી તૈયાર થયેલાં GNFCના દક્ષિણ એશિયાના સૌથી મોટા પેટ્રોકેમિકલ પ્લાન્ટનું નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરશે. પીએમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિતના નેતાઓ ઉપસ્થિત છે.

 નરેન્દ્ર મોદીએ બિઝનેસ સંમેલન સંબોધતા જણાવ્યું હતું કે, મને કહેતા આનંદ થાય છે કે દહેજ લઘુ ભારત બની ગયું છે. ભાગ્યે એવું હશે કે દેશના કોઇ ભાગના લોકો અહીં રોજગાર મેળવતા ન હોય. દેશ અને વિશ્વમાં ગુજરાતની વેપારી વિચારધારાની ગુંજ સંભળાય છે. જેમાં દહેજ અને ભરૂચે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મારી જવાબદારી હતી ત્યારે અનેકવાર મને અહીં આવવાનો મોકો મળ્યો હતો. દહેજને મેં મારી આંખ સામે મોટું થતા જોયું છે.

વધુમાં તમણે કહ્યું હતું કે, દહેજનો સમગ્ર વિસ્તાર ઔદ્યોગિક દ્રષ્ટિથી ગુજરાત જ નહીં ભારતમાં મહત્વપૂર્ણ બન્યું છે. તેણે વર્લ્ડ રેકિંગમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે અને 2011-12માં વર્લ્ડ રેકિંગમાં 23માં ક્રમે પહોંચ્યું હતું. દેશના લાખો યુવાનોનો રોજગારી આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 40 હજાર કરોડથી વધુનું રોકાણ થઇ ચૂક્યું છે. દહેજની આ સફળતા માટે બધાને અભિનંદન પાઠવુ છું. દહેજ અને તેની આસપાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મુદ્દે ગુજરાત સરકારે હંમેશા ગંભીરતા દાખવી છે. દેશમાં 4 PCPIR સ્થાપવાની વાત થઇ ત્યારે દહેજનું પણ નામ હતું.

મોંઘવારી મુદ્દે પીએમ મોદીએ કહ્યું હતું કે તાજેતરમાં અન્ય રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ હતી પરંતુ કોઇએ મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો નહોતો. એટલે મારી સરકાર મોંઘવારીને રોકવામાં સફળ રહી છે. વધુમાં તેમણે કહ્યું કે એપલના સીઇઓ ટિમ કૂક, બિલ ગેટ્સ, વર્લ્ડ બેન્કના સીઇઓ, મલેશિયાના વડાપ્રધાન, બ્રિટનના પ્રસિદ્ધ સમાચારપત્રમાં લખનાર જાણીતા લેખકે નોટબંધીનું સમર્થન કર્યું છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પીએમ પદની જવાબદારી લીધી ત્યારે સરકારી તિજોરીમાં 40 હજાર કરોડ પડ્યા હતા. મારી સરકારે શ્રમિકોને ઇપીએફના પૈસા ઉપાડવાની સવલત કરી આપી. તેની સાથો સાથ નાના વેપારીઓને 24 કલાક ધંધો કરવાની છૂટ આપી. જેથી કરીને લોકોને રોજગારી મળી ર