રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ
Written By
Last Updated : સોમવાર, 8 જાન્યુઆરી 2024 (12:40 IST)

વડાપ્રધાન મોદીએ કહ્યું વિશ્વ વાયબ્રન્ટ ગુજરાત જોવે છે. ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ છે

vibrant gujarat
vibrant gujarat
આજે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાનનું ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને ‘સમિટ ઓફ સક્સેસ’ પેવેલિયનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મને અહીં બોલાવ્યો તો હું 20 વર્ષ નાનો થઈ ગયો, મને એ દિવસો યાદ આવ્યા, જીવનમાં આનાથી મોટો સંતોષ શું હોય શકે.

મુખ્યમંત્રી બદલાયા, ઓફિસરો બદલાયા, સમય બદલાયો પણ વાયબ્રન્ટ ગુજરાત સફળતાની ઊંચાઈ પર પહોંચ્યું છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં 2001ની તુલનામાં 9 ગણો વધારો થયો છે. એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના ગુજરાતમાં 30 હજાર યુનિટ છે, મેડિકલ ડિવાઈસ 50 ટકા અને કાર્ડિયાક સ્ટેન્ટ 80 ટકા છે. ડાયમંડ એક્સપોર્ટમાં 80 ટકા ભાગ ગુજરાતનો છે. સિરામિકના 10 હજાર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. ગત વખતે 2 બિલિયન ડોલરની ગુજરાતે નિકાસ કરી હતી. 2014 પહેલા ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બનાવવાનું લક્ષ્ય હતું, મિલેટ્સ આજે દુનિયાના મોટા ડાઇનિંગ ટેબલ પર જોવા મળે છે.બોન્ડિંગ મારા અને ગુજરાતના 7 કરોડ નાગરિકો સાથે જોડાયેલું છે. આજે મને સ્વામી વિવેકાનંદની વાત યાદ આવે છે કે, દરેક કામને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે. 20 વર્ષ એક લાંબો કાર્યકાળ છે. 2001ના ભૂકંપ પછી ગુજરાતની સ્થિતિ કેવી હતી. રાજ્યમાં 2001 પહેલાં પણ અકાળની સ્થિતિમાં હતાં. ભૂકંપમાં હજારોના મૃત્યુ થયા, માધવપુરા માર્કેન્ટાઇલ બેંકની ઘટના બની હતી. 133 કો.ઓપરેટિવ બેંકોમાં તોફાન છવાયું હતું. ગુજરાતમાં આર્થિક હાહાકાર મચી ગયો હતો. ગુજરાતનું આર્થીક સેક્ટર સંકટમાં આવ્યું હતું. પહેલીવાર ધારાસભ્ય બન્યો, મને કોઈ અનુભવ નહીં અને પડકાર હતો. ગોધરાકાંડ થયો અને ગુજરાત હિંસામાં ફેલાયું હતું.

મુખ્યમંત્રી તરીકે મારી પાસે અનુભવ નહોતો પરંતુ ગુજરાતના લોકો પર મને ભરોસો હતો. જે લોકો એજન્ડા લઈને ચાલતા હતા તેઓ ઘટનાનું એનાલિસિસ કરતા હતા. ગુજરાતના યુવા ઉદ્યોગકારો અને વેપારીઓ બહાર જતા રહેશે અને બરબાદ થઈ જશે. ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. ગુજરાત ક્યારેય ઉભું નહીં થયા એવી વાતો થતી હતી. પરંતુ મેં સંકલ્પ લીધો કે, હું ગુજરાતને આમાંથી બહાર કાઢીશ. ગુજરાતના પુનઃ નિર્માણ નહીં પરંતુ આગળનો વિચાર હતો. વિશ્વ સાથે આંખથી આંખ મિલાવવા વાયબ્રન્ટ ગુજરાત શરૂ થયું હતું.

ભારતના ટેલેન્ટને વિશ્વને બતાવવા માટે માધ્યમ બન્યું હતું. વાયબ્રન્ટ નવરાત્રિ પર્વમાં શરૂ કર્યું હતું.20 વર્ષ થઈ રહ્યા છે. ખાટી-મીઠી વાત યાદ આવે છે. વિશ્વ વાયબ્રન્ટ ગુજરાત જોવે છે. ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ છે પરંતુ ત્યારની કેન્દ્ર સરકાર વિકાસને રાજનીતિ કરતા હતા. કેન્દ્ર સરકારમાં રહેલા લોકો આવવાની ના પાડતા હતા. વિદેશી રોકાણકારોને ધમકાવવામાં આવતા હતાં તેમ છતાં રોકાણકારો આવ્યા હતા. રોકાણકારો આવ્યા હતા કારણ કે તેઓને અહીંયા ગુડ ગર્વન્સ, ફેર ગવર્ન્સ મળ્યું છે. જ્યારે વાયબ્રન્ટ ગુજરાત શરૂ થયું ત્યારે મોટી હોટલો નહોતી. ગેસ્ટ હાઉસ નહોતા. જ્યારે બિઝનેસ હાઉસને કહ્યું કે, તમારા ગેસ્ટ હાઉસ રહેવા આપવા કહ્યું. અલગ અલગ શહેરોમાં રોકાયા. 2009માં વાયબ્રન્ટમાં મંદીનો માહોલ હતો. મને કહ્યું વાયબ્રન્ટ ગુજરાત કેન્સલ કરો પરંતુ મેં કહ્યું ના કરો જ તમે. આદત છૂટવી ન જોઈએ. વાયબ્રન્ટ ગુજરાત સમિટ સફળ રહ્યું હતું. વાયબ્રન્ટ ગુજરાતની સફળતા સમજી શકાય છે.