શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુલંદશહેર. , ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (11:30 IST)

ભારતને અઢી વર્ષ પહેલા જ મળી ગયા હતા ડોનાલ્ડ ટ્રંપ - રાહુલે મોદીની તુલના ટ્રંપ સાથે કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રીતે રાજ્યસભામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર હુમલો કર્યો તેનાથી કોંગ્રેસમાં જોરદાર ખલબલી મચી છે. એક બાજુ જ્યા કોંગ્રેસ સંસદના પ્રધાનમંત્રી વિરુદ્ધ પ્રદર્શનની વાત રહી છે તો બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે કરી દીધી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રંપને રાષ્ટ્રપતિ પસંદ કર્યા.  પણ ભારતને અઢી વર્ષ પહેલા જ ડોનાલ્ડ ટ્રંપ મળી ગયો હતો. 
 
બુલંદશહેરમાં ગવર્નમેંટ પૉલીટેકનિક કોલેજના મેદાનમાં બુધવરાને એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે પ્રધાનમંત્રીએ 500 અને 1000 રૂપિયાના નોટ પર રોક લગાવી. જેને કાર્ણે દેશમાં દરેક વર્ગના લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે અમેરિકાએ હવે ડોનાલ્ડ ટ્રંપને રાષ્ટ્રપતિ પસંદ કર્યા છે.  પણ ભારતને અઢી વર્ષ પહેલા જ મોદીજીના રૂપમાં ડોનાલ્ડ ટ્રંપ મળી ચુક્યો છે.  ખેડૂતોના મુદ્દા પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે નોટબંધીને કારણે ખેડૂત ખાતર ન ખરીદી શક્યા. પાક માટે બીજ ન ખરીદી શક્યા. તેમણે આરોપ લગાવ્યો કે નોટબંદીના નિર્ણય પછી ઘણા લોકો નોટ બદલવા દરમિયાન મરી ગયા. પણ કેન્દ્રની સરકારે આ લોકોની ક્યારેય પરવા ન કરી. કેન્દ્ર સરકારે એ લોકો સાથે સહાનૂભૂતિ ન બતાવી જેમના બેંકની લાઈનોમાં મોત થયા અને ન તેમને કોઈ મદદ કરી.