શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 નવેમ્બર 2023 (10:02 IST)

ગુજરાતમાં વરસાદ બન્યો આફત, વીજળી પડવાથી 20 લોકોના મોત, અમિત શાહે વ્યક્ત કર્યું શોક

ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. આ તમામ લોકો કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાથી મૃત્યુ પામ્યા હતા. તે ઉપરાંત ખેતરમાં કામ કરતી મહિલાઓ પર વીજળી પડતાં દાઝી હોવાની માહિતી પણ મળી રહી છે.
 
 
એસઇઓ અધિકારીએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં ચાર, ભરૂચમાં ત્રણ, તાપીમાં બે અને અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકામાં એક-એક વ્યક્તિના મોત થયા છે. શાહે રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, "ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને કારણે ઘણા લોકોના મોતના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું.
 
ગુજરાતના 61 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાલાલામાં 1.6 ઈંચ તો પાટણ-વેરાવળમાં 1.3 ઈંચ, વંથલીમાં 1.6 ઈંચ વરસ ખાબક્યો છે. આ સાથે ઉનામાં 0.66 ઈંચ, સૂત્રાપાડામાં 0.59 ઈંચ, કેશોદમાં 1.14ઈંચ અને ખાંભામાં 0.51 ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલ કમોસમી માવઠું હજી પણ અનેક વિસ્તારોમાં યથાવત છે.
 
અત્રે જણાવીએ કે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.