શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 27 જુલાઈ 2017 (18:03 IST)

કોંગ્રેસના નેતાઓ પાણીમાં ફસાયા, કલોલનું તળાવ છલકાયું, ગાંધીનગર જળબંબાકાર

ઉત્તર ગુજરાત બાદ ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બુધવાર મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદથી આખા ગાંધીનગરમાં પાણી જ પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી. સવાર 4 વાગ્યા બાદ ગાંધીનગરમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે સમગ્ર રોડ પર પાણી ફરી વળ્યાં હતાં.ભારે વરસાદને કારણે કલોલમાં પાનસર તળાવ છલકાયું હતું.

તળાવ છલકાતા તેનું પાણી હાઈવે પર ફરી વળ્યા હતાં. જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે જઈ રહેલ ભરતસિંહ સોલંકી અને મોહનસિંહ રાઠવા કલોલ ફસાયા હતા. પાણી ફરી વળતાં હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો જેના કારણે તેઓ કલોલથી જ પરત ફર્યા હતાં. કલોલમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો.

સવારથી બપોર સુધીમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગાંધીનગરમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કલોલનું પાનસર તળાવ છલકાયું હતું જેના પાણી હાઈવે પર ફરી વળ્યાં હતા. પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે જઈ રહેલ ભરતસિંહ સોલંકી અને મોહનસિંહ રાઠવા ફસાયા હતાં. ગાંધીનગરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલી પડી હતી.

જ્યારે ગાંધીનગર ફાયરબ્રિગેડ ઓફિસના આગળના ભાગે પાણી ફરાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા માટે બોટનો સહારો લેવો પડ્યો હતો. ગાંધીનગર મેયર પ્રવિણ પટેલે પાણીમાં જ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને શહેરની મુલાકાત કરી હતી.

ભારે વરસાદને કારણે ગાંધીનગર જિલ્લાના કલોલમાં આવેલું પાનસર તળાવ છલકાઈ ગયું હતું. જેનું પાણી કલોલના રસ્તાઓ પર ફરી વળ્યું હતું. પાનસર તળાવ છલાકાત લોકો જોવા માટે ઉમટ્યાં હતાં. તળાવનું પાણી રોડ પર આવતાં હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.

મોડીરાતથી કલોલમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હતો જેના કારણે સમગ્ર કલોલમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી. સવારે ઉઠીને લોકોએ જોયું તો રોડ પર પાણી જ પાણી હતું. જેના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.