સંબંધિત સમાચાર
- ધો.2ના વિદ્યાર્થીએ ક્લાસની વિદ્યાર્થિની પર આઈ લવ યુ લખેલો કાગળ ડૂચો વાળીને ફેંક્યો
- એક જ પરિવારનાં સાત બાળકોની અંતિમયાત્રામાં આખું ગામ હિબકે ચઢ્યું
- ટ્રાફિક નિયંત્રણ ઝુંબેશ માટે હાઈકોર્ટની ટીકા લેખે લાગીઃ ત્રણ મહિનામાં ૧.૬૫ કરોડનો દંડ
- અંબાજીમાં ૬૧ ફિટના શિખરને સુવર્ણમય બનાવવા માટે કુલ ૧૪૦ કિલોગ્રામ સોનાનો ઉપયોગ થયો
- ટ્રાફિક પોલીસનો મ્યુનિ. સામે સપાટો, AMTSની ૪ અને BRTSની બે મળી ૬ બસો ડિટેઇન કરી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેથી આગામી 24 કલાકમાં ડિપ્રેશન ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 17 અને 19 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીની પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જો કે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી 48 કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 56 ટકા વરસાદ વરસ્યો છે. તેમ છતા રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે.
