બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

સમગ્ર ગુજરાતમાં 8થી 10 તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતમાં અપર એર સરક્યુલેશનની અસરો ઘટવાને કારણે વરસાદનું જોર ઓછું થયું છે. આગામી બે દિવસો એટલે 8 અને 9 તારીખ દરમિયાન રાજ્યનાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીનું લો-પ્રેશર ડીપ્રેશનમાં ફેરવાયું છે, જે 8 ઓગસ્ટની આસપાસ ગુજરાત સુધી પહોંચતાં રાજ્યનાં વાતાવરણમાં પલટો આવશે. તેમજ 9 ઓગસ્ટથી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે. જેથી અમદાવાદમાં પણ 9 અને 10 તારીખે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આની સાથે આગામી બે દિવસ રાજ્યમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ વધવાની શક્યતા છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'દક્ષિણ ગુજરાત તેમજ બંગાળની ખાડીનાં ઉત્તર પશ્ચિમ, દક્ષિણ છત્તિસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાયું છે. જેની અસરનાં કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.'9 અને 10 તારીખે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતનાં અનેક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.