સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 15 જુલાઈ 2024 (12:33 IST)

ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ, આગામી પાંચ દિવસ સુધી આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

rain in ahmedabad
ગુજરાતમાં આજથી ફરી વરસાદી માહોલ સર્જાશે અને રાજ્યના ઘણા વિસ્તારોમાં ચોમાસું ફરી સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.
 
ગુજરાતમાં 15 જુલાઈથી ફરીથી વરસાદનું જોર અને પ્રમાણ વધવાની શરૂઆત થશે જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં જે વરસાદની ઘટ છે તે ઓછી થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
હાલ રાજસ્થાન ઉપર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને મૉન્સુન ટ્રફ જે ઉત્તર ભારત ઉપર હતી તે હવે ખસીને રાજસ્થાન ઉપર એટલે કે ગુજરાતની નજીક આવી ગઈ છે.
 
આ ઉપરાંત છત્તીસગઢ પર એક વરસાદી સિસ્ટમ બનેલી છે જે આગામી એકથી બે દિવસમાં ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા છે, જેના લીધે રાજ્યમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.
 
જૂન મહિનાથી શરૂ થયેલા ચોમાસામાં લગભગ એકાદ મહિના જેટલો સમય પસાર થયો હોવા છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ પૂરતો વરસાદ થયો નથી.
 
હવામાન વિભાગે જારી કરેલા બુલેટિન પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ થવાની શક્યતા છે.
 
આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે દ્વારા કરવામાં આવી છે.
 
રાજ્યમાં 15 જુલાઈથી વરસાદનું જોર વધશે અને લગભગ 21 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
 
હવામાનના વિવિધ મૉડલો પ્રમાણે ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે અને આ અઠવાડિયામાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.
 
આજથી અડધા ગુજરાતમાં વરસાદનું જોર વધશે જે બાદ 16 જુલાઈથી રાજ્યના બીજા વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે.